વડોદરા : ગણપતિ અને તાજીયાની જાહેરમાં સ્થાપના ન કરવા પોલીસની લાઉડ સ્પિકરથી જાહેરાત, સ્થાપના કરનાર સામે ગુનો દાખલ થશે

0
0

વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશન સહિત વિવિધ વિસ્તારોમાં પોલીસે ગણપતિ અને તાજીયાની જાહેરમાં સ્થાપ્ના ન કરવાની લાઉડ સ્પિકરથી જાહેરાત કરી હતી અને કોઇ વ્યક્તિ જાહેરમાં સ્થાપના કરશે તો તેની સામે ગુનો નોંધવાની પણ ચેતવણી આપી હતી.

લોકોએ ગણેશ અને તાજીયા વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે
વડોદરાના વાડી વિસ્તારમાં પોલીસે લાઉડ સ્પિકરથી જણાવ્યું હતું કે, ગણપતિ અને તાજીયાની જાહેરમાં સ્થાપના કરવાની રહેશે નહીં, જો કોઇ વ્યક્તિ જાહેરમાં ગણપતિ કે તાજીયાની સ્થાપના કરશે, તો તેના વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. તેનું ખાસ ધ્યાન રાખો. જે કોઇ વ્યક્તિ પોતાની રીતે સ્થાપના કરવા માંગતા હોય તેણે પોતાના ઘરમાં સ્થાપના કરવાની રહેશે. બે ફૂટથી વધારે મૂર્તિ કે તાજીયા રાખવાના રહેશે નહીં અને વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે. વિસર્જન માટે બહાર નીકળવાનું રહેશે નહીં. જેની તમામ લોકોએ ખાસ નોંધ લેવી.

કોંગ્રસ અને સામાજિક સંગઠનોએ ગણેશોત્સવની ઉજવણી પરવાનગીની માંગ કરી
વડોદરા શહેરમાં કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે સાર્વજનિક ગણેશ મંડળોએ ગણેશોત્સવની ઉજવણી સાદાઇથી ઉજવણી કરવાનું આયોજન કર્યું છે, ત્યારે બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સ સાથે ગણેશોત્સવની ઉજવણીની પરવાનગી આપવા માટે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસે જણાવ્યું છે કે, તમામ મંડળો સોશિયલ ડિસ્ટન્સ તથા કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ સંક્રમણ ન ફેલાય તે રીતે તૈયાર છે, ત્યારે સાર્વજનિક ગણેશ મહોત્સવની ઉજવણીની મંજૂરી આપવી જોઇએ તેવી અમારી માંગણી છે. આ ઉપરાંત વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here