દહેગામ : કોરોનાવાયરસને અટકાવવા પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ : માસ્ક ફરજીયાત : નહિ તો થશે 1000 નો દંડ

0
25

પોલીસ દ્વારા કોરોનાવાયરસ ને અટકાવવા માટે અગમચેતીના પગલારૂપે જાહેર જનતાને જાણ કરવામાં આવી.
પોલીસ દ્વારા માઈક એનાઉન્સ કરીને દરેક ને માસ્ક પહેરવા જણાવવામાં આવ્યું.
જે કોઈ પણ માસ્ક પહેર્યા વિના નજરે પડશે તો ૧૦૦૦ નો દંડ કરવામાં આવશે.
માસ્ક ના પહેરનાર શાકભાજી લારીઓવાળાને દંડ ઉપરાંત તેમની લારી પણ જપ્ત કરી લેવામાં આવશે.

 

 

દહેગામ : પોલીસ તંત્ર દ્વારા કોરોનાવાયરસની માહિતી આપવામાં આવી અને જો દુકાનદાર અને લારીવાળા કોઈપણ વ્યક્તિ જો માસ્ક નહીં પહેરે તો એક હજારનો દંડ અને લારી જપ્ત કરવામાં આવશે તેવી માહિતી એનાઉન્સ કરવામાં આવી.

 

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આજે દહેગામ પી.એસ.આઇ રાઠોડ તેમજ ટ્રાફિક અધિકારી વિરેન્દ્રસિંહ તેમજ પોલીસ સ્ટાફ સાથે પોલીસની ગાડીમાં માઈક સાથે એનાઉન્સ કરીને જાહેર જનતાને જણાવવામાં આવ્યું હતું કે આજથી કોઇપણ લારીવાળા, ગલ્લાવાળા દુકાનદારો માસ્ક વિના પકડાશે તો તેમણે સ્થળ ઉપર જ ૧૦૦૦ નો દંડ કરવામાં આવશે અને લારીને ડિટેઇન કરવામાં આવશે. તેવી પોલીસકર્મીઓ દ્વારા જાહેર જનતાને જાણ કરવામાં આવી હતી.

 

 

હાલમાં વધી રહેલા કોરોનાવાયરસ ને લીધે પોલીસે પ્રજાના હિતમાં પગલું લેતાં આજે દહેગામ શહેરમાં પોલીસકર્મીઓ શહેરના તમામ માર્ગો ઉપર, શાક માર્કેટ અને જાહેર માર્ગોઉપર માસ્ક પહેરવા માટે લોકોને જાણ કરવામાં આવી છે અને કોરોનાવાયરસ જે વધી રહ્યું છે તેને અટકાવવા માટે પોલીસે અગમચેતી રૂપે આયોજન કરવામાં આવેલ છે. આ પોલીસની કામગીરી ખૂબ જ સારી હોવાની લોકોની રજુઆતો થવા પામી હતી.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર