ખોરજ ગામમાં જુગારના અડ્ડા પર પોલીસની રેડ, 10ની ધરપકડ

0
22

ગાંધીનગર-સરખેજ હાઈવે પર આવેલા ખોરજ ગામે મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે રેડ કરીને 10ને પકડી લીધા છે. અડાલજ પોલીસને બાતમી મળી હતી કે, ખોરજ ગામે માતાવાળાવાસમાં રહેતા રમેશ શનાજી ઠાકોરના ઘરે જુગારનો અડ્ડો ચાલે છે. જેના આધારે પોલીસે રાત્રે બે વાગ્યે રેડ કરતાં મકાનના ઉપરના માળે જુગાર ચાલતો હતો. જેને પગલે પોલીસે 9 જુગારી અને મકાન માલિક સહિત કુલ 10 લોકોની ધરપકડ કરી હતી.

ઝડપાયેલા લોકોમાં અમદાવાદ ગ્રામ્યના છારોડીના મહેશ મનસુખભાઈ ઠાકોર (27 વર્ષ), ઓગણજના રોહીત મણાજી ઠાકોર (32 વર્ષ), જગતપુરના છગન કાળાજી ઠાકોર (25 વર્ષ), શૈલેષ અમરસિંહ ઠાકોર (33 વર્ષ), મેલા ફુલાજી ઠાકોર (33 વર્ષ) તથા ખોરજ ગામના રોહીત રમેશજી ઠાકોર (19 વર્ષ) શાબીરશા મુબરાતીશા દિવાન (48 વર્ષ), દશરથ ભીખાજી ઠાકોર (43 વર્ષ), નૈયુમખાન અનવરખાન પઠાણ (32 વર્ષ), રમેશ શનાજી ઠાકોર (42 વર્ષ)નો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી પોલીસે 16,160 રોકડા, 11 હજારની કિંમતના 5 મોબાઈલ મળી કુલ 29,160ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અડાલજ પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here