Monday, January 24, 2022
Homeઅમદાવાદ : જુગારધામ પર DG વિજિલન્સના દરોડા : પોલીસે 14 લોકોની કરી...
Array

અમદાવાદ : જુગારધામ પર DG વિજિલન્સના દરોડા : પોલીસે 14 લોકોની કરી ધરપકડ.

અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં સ્થિત જાન સાહેબની ગલીમાં ચાલતા જુગારના અડ્ડા પર ગાંધીનગર DG વિજિલન્સની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં સટ્ટો લખનાર 14 લોકોની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે જુગાર રમવા આવેલા શખ્સોને આસપાસમાં રહેતી મહિલાઓના ટોળાએ ભેગા થઈ ભગાડી દીધા હતા. જ્યારે જુગાર રમાડનાર મુખ્ય સૂત્રધાર મુસ્તાક મચ્છરને પણ ભગાડી દીધો હતો. પોલીસે 14 લોકોની ધરપકડ કરી અન્ય 30 લોકોના ટોળા સામે રાયોટિગ અને પોલીસની ફરજમાં રૂકાવટ સહિતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જુગાર રમાડતા 14 લોકોને પોલીસે પકડ્યા હતા
જુગાર રમાડતા 14 લોકોને પોલીસે પકડ્યા હતા

 

પોલીસને જોઈ મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ

ગાંધીનગર DG વિજિલન્સ સ્ક્વોડને બાતમી મળી હતી કે કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાન સાહેબની ગલીમાં મુસ્તાક મચ્છર નામનો શખ્સ મોટું જુગારધામ ચલાવે છે. જેના આધારે કેટલાક પોલીસકર્મી ટુ વહિલર અને ચાલતા ગલીમાં પહોંચ્યા હતા. જુગાર રમાતા ઘરમાં જતા જ મુસ્તાક મચ્છર પોલીસ જોઈ ભાગ્યો હતો. જેને રોકવાનું કહેતા ભાગ્યો હતો અને જુગાર રમવા આવેલા 10 લોકો પાછળના દરવાજેથી ભાગયા હતા. પોલીસને જોઈ મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ મુસ્તાકને છોડી દો કહી ઝપાઝપી કરી હતી. જે દરમ્યાન મુસ્તાક ત્યાંથી નાસી ગયો હતો. જુગાર રમાડતા 14 લોકોને પોલીસે પકડ્યા હતા જેને દરરોજના 500 રૂપિયા પગાર મળતો હતો.

બોમ્બે વરલી મટકાના ભાવનું બોર્ડ પણ મળી આવ્યું
બોમ્બે વરલી મટકાના ભાવનું બોર્ડ પણ મળી આવ્યું

 

1.44 લાખનો મુદામાલ મળી આવ્યો

પોલીસને ગોલ્ડન બેગ અને અન્ય લોકો પાસેથી કુલ 72 હજાર રોકડ, સટ્ટા લખવાની સ્લીપો, 7 મોબાઈલ, પ્લાસ્ટિકની ટોપલીઓ સહિતનો 1.44 લાખનો મુદામાલ મળી આવ્યો હતો. બોમ્બે વરલી મટકાના ભાવનું બોર્ડ પણ મળી આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો જુગાર રમવા આવતા હતા. આ મામલે કારંજ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 14 આરોપી, મુસ્તાક મચ્છર સહિત 13 વોનટેડ અને અજાણી મહિલાઓ સામે ગુનો નોંધી તપાસ કારંજ પોલીસ સ્ટેશનના PI ડી. વી. તડવીને સોંપવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular