જાહેરમાં જુગાર રમતા શખ્સો પોલીસ સકંજામાં
જુગાર રમતા 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા
2 આરોપી નાસી છુટતા શોધી કાઢવા પોલીસે કર્યા ચક્રો ગતિમાન
રાજકોટ જીલ્લાના ગોંડલમાં વોરા કોટડા રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોને ગોંડલ શહેર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે 2 શખ્સો નાસી છુટ્યા હતા. પોલીસ દ્વારા નાસી છુટેલાઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મળી આવતી માહિતી મુજબ ગોંડલ વોરા કોટડા રોડ ભારત મચ્છી સેન્ટરની પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ગોંડલ સીટીના પી.આઇ. મહેશ સંગાડાના માર્ગદર્શન હેઠળ પો. કો. જયસુખ ગરાંભડીયા, હેડ કોન્સ્ટેબલ હાર્દિક કેરાળિયા, વાઘા આલ, મયુરસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ગોહિલ, પરેશ બારૈયા સહિતના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં જુગાર રમતા હાજી ઉર્ફે કાળુ જુમા, રણજીત લક્ષ્મણ રાદડીયા, રમઝાન અલારખા બેલીમ, તથા મહેબુબ ઉમર ખોખર પાસેથી રોકડા 19 હજાર 480 સાથે ઝડપી લીધા હતા. જયારે અમીર ઉર્ફે ભાકલો યાસીન પઠાણ, તથા ઇમરાન ઉર્ફે પપૈયોગોરી નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.