રાજકોટ : ડનલોપના ગાદલાની આડમાં છૂપાવેલા દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી.

0
8

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ડનલોપના ગાદલાની આડમાં છૂપાયેલા વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. અમરેલી જિલ્લાનો રમેશ મંગાભાઈ પરમાર નામના શખ્સે ડનલોપના ગાદલાની આડમાં વિદેશી દારૂ છૂપાવ્યો હતો. પોલીસે આરોપી રમેશને ઝડપી પાડી વિદેશી દારૂના જથ્થા સહિત 4 લાખ 99 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ધર્મેન્દ્રસિંહ ચુડાસમા નામનો આરોપી ફરાર છે. જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસે 924 નંગ દારૂની બોટલ જપ્ત કરી

પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી પરથી ટીમે રાજકોટથી ગોંડલ જવાના રસ્તે નેશનલ હાઈવે નં. 8 પર નુરાનીપરા પાસે વાહન આંતરી તપાસ કરતા પાછળ ઠાઠામાં ગાદલાનો જથ્થો જોવા મળ્યો હતો. પરંતુ દારૂની બાતમી હોવાથી ગાદલાઓ હટાવીને જોતાં થપ્પાઓ વચ્ચે બનાવાયેલા મોટા ખાંચાની વચ્ચેથી દારૂની 924 બોટલો (કિંમત- 1,96,800) અને વાહન મળી કુલ રૂપિયા 4 લાખ 99 હજાર 800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી રમેશ મંગાભાઈ પરમાર (ઉં.વ.32)ને ઝડપી પાડ્યો છે.

પોલીસે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી

આરોપીની પૂછપરછ કરતા દારૂ શાપર શાંતિધામમાં રહેતાં મૂળ અમરેલીના જાળીયાના ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ મંગાવ્યાનું ખુલતાં તેની અને દારૂનો જથ્થો મોકલનારની સામે પણ ગુનો નોંધાયો હતો. ધર્મેન્દ્રસિંહ ચુડાસમા નામનો આરોપી ફરાર છે. જેને શોધવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે.