વલસાડ : થર્ટી ફર્સ્ટની આગલી રાતથી મદીરાના નશામાં ઝૂમતા 500થી વધુને પોલીસે ઝડપ્યા.

0
7

થર્ટી ફર્સ્ટની રાતે રાજ્યમાં સૌથી વધુ નશાબાજ વલસાડ જિલ્લામાંથી ઝડપાય છે. દમણથી નશો કરીને ગુજરાતમાં આવનારા પીધડોને વલસાડ પોલીસે અટકાવી ચેકીંગ હાથ ધર્યું હોય છે. જેમાં બુધવારની સાંજથી મોડીરાત સુધીમાં 500થી વધુ પીધડોને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીધડોની સંખ્યા વધી હોવાથી પોલીસે મોડી રાતે જ આરોગ્ય ટેસ્ટ શરૂ કર્યા હોય છે.

દમણ કે રાજ્ય બહારથી ગુજરાત આવતા વાહનોનું પણ પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયું છે.
દમણ કે રાજ્ય બહારથી ગુજરાત આવતા વાહનોનું પણ પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયું છે.
કોરોના સંક્રમણને લઈને કોવિડ ટેસ્ટ અને લોહીના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય છે. જિલ્લાના વાપી અને પારડી પોલીસ મથકે સૌથી વધુ પીધડોને ઝડપી લેવામાં આવ્યાં હોય છે. આજે થર્ટી ફર્સ્ટની રાત દિવસ પોલીસ દ્વારા કડક ચેકીંગ કરીને કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે.

 

રાત્રિ દરમિયાન ટેસ્ટ કરાયા

વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાં દારૂના નશામાં ઝડપાયેલા પીધડોના આરોગ્ય ટેસ્ટ અને કોવિડ ટેસ્ટ કરવાની કામગીરી રાત્રિ દરમિયાન હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાંથી પિધડોને ઝડપી પાડવા પોલીસે બુધવારે સાંજથી કામગીરી હાથ ધરી હતી જેમાં જિલ્લામાં પોલીસ મથક હદ વિસ્તારમાં કડક ચેકીંગ હાથ ધરીને જિલ્લામાં 500થી વધુ પીધડોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસ સ્ટેશનની લોકઅપ ઓછી પડતા પારડીમાં હોલ પીધેલા માટે હોલ ભાડે રખાયો છે.
પોલીસ સ્ટેશનની લોકઅપ ઓછી પડતા પારડીમાં હોલ પીધેલા માટે હોલ ભાડે રખાયો છે.

 

પીધેલાને રાખવા હોલ ભાડે રખાયા

દર વર્ષે થર્ટી ફર્સ્ટ અગાઉ દમણથી પીને ગુજરાત તરફ આવતાં નશેડીઓને ઝડપીને રાખવા માટે પોલીસ સ્ટેશનની લોકઅપ નાની પડતી હોય છે. જેથી પોલીસ દ્વારા વાડી અને હોલ ભાડે રાખવામાં આવ્યાં હોય છે. પારડીમાં પકડાયેલા પીધડોને પ્રજાપતિ સમાજના હોલમાં રખાયા છે. તેમના ટેસ્ટ, કોરોના ટેસ્ટ સહિતની કાર્યવાહી બાદ પોલીસ ધરપકડ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here