Thursday, August 5, 2021
Homeરાજકોટ : રામેશ્વર શરાફી મંડળીના ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજરની પોલીસે ધરપકડ...
Array

રાજકોટ : રામેશ્વર શરાફી મંડળીના ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજરની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા.

રાજકોટમાં રામેશ્વર સહકારી શરાફી મંડળીમાં 4200 લોકો સાથે છેતરપિંડી કરી 60 કરોડ રૂપિયાની ઉચાપત કરનાર ત્રણ શખ્સોની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. આજે ત્રણેય ભક્તિનગર પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં હાજર કરતા તમામના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મંડળીના ચેરમેન સંજય હંસરાજભાઈ દુધાગરા, વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી અને મેનેજર વિપુલ રતિ વસોયા વિરૂદ્ધ મંડળીના થાપણદારો તેમજ રોકાણકારોની 60 કરોડ રૂપિયા જેટલી રકમ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ઉચાપત કરી હોય ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આરોપીઓએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યાની શંકા

આરોપીઓએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં અત્યારે સત્તાવાર 103 લોકોના નામ સામે આવ્યાં છે. આરોપીઓએ જમીનમાં પૈસા રોક્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ કરન્સી ટ્રાન્સફર કરી છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. કોઠારિયા રોડ પરના દેવપરામાં રહેતા અને મેડિકલ સ્ટોરના સંચાલક સંજયભાઇ જયંતીભાઇ સોજીત્રાએ ગુરૂવારે ભક્તિનગર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે કાંતા વિકાસગૃહ રોડ પર શ્રીમદ ભવનમાં આવેલી રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન સંજય હંસરાજ દુધાગરા, વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી અને મેનેજર વિપુલ રતિ વસોયાના નામ આપ્યા હતા.

રામેશ્વર શરાફી મંડળીમાં 4200 લોકો સાથે છેતરપિંડી થઈ.
રામેશ્વર શરાફી મંડળીમાં 4200 લોકો સાથે છેતરપિંડી થઈ.

 

પાકતી મુદતે રકમ ઉપાડવા ગયા ત્યારે મંડળીના ચેરમેને ગલ્લાતલ્લા કર્યાઃ ફરિયાદી

સંજયભાઇ સોજીત્રાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે તેમજ તેમના પરિવારના સભ્યોએ રામેશ્વર શરાફી સહકારી મંડળીમાં રોકાણ કર્યુ હતું અને પાકતી મુદતે પણ રકમ ઉપાડવાને બદલે વધ રકમ સાથે રોકાણ કર્યુ હતું. પરંતુ 2020માં પાકતી મુદતે રકમ ઉપાડવા ગયા ત્યારે મંડળીના ચેરમેન સંજય દુધાગરાએ રકમ આપવામાં ગલ્લાતલ્લા કર્યા હતા અને બાદમાં મંડળીને તાળા મારી રવાના થઇ ગયા હતા. શરાફી મંડળીના સંચાલકોએ મંડળીના 4200 રોકાણકારોની 60 કરોડની મૂડી હજમ કરી જઇ છેતરપિંડી આચરી હતી. સંજય દૂધાગરાએ અવનવા સ્વપ્ન બતાવી તેના સગા સંબંધીઓ પાસે પણ મંડળીમાં લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

ફરિયાદી સંજયભાઈ સોજીત્રા.
ફરિયાદી સંજયભાઈ સોજીત્રા.

 

એક જ પરિવારના 22 સભ્યોનાં નાણાં ફસાયાં

ફરિયાદી સંજયભાઈ જયંતીભાઈ સોજીત્રા સહિત પરિવારના 22 સભ્યોના 3,11,67,000 રૂપિયા ફસાયા છે. આ સિવાય નામજોગ યાદી જોઈએ તો નિશાબેન હેમંતભાઈ પરમાર-21,18,000, અશોક ચંદુભાઈ મારૂ-28, 56,900, ડેનિશ કૌશિકભાઈ ચાવડા-7,59,000, હીરાભા મેવાડા-30,00,000, અનિલ ધીરુભાઈ ટીંબડિયા-15,50,000, હિતેશ કરમશી દુધાગ્રા-12,00,000, હર્ષાબેન દુર્લભજી કારેલિયા- 5,50,000, જગદીશ ખોડાભાઈ રાઠોડ-37,40,000, જયસુખ પરસાણા-34,69,000, શાંતિ વેલજીભાઈ પેઢડિયા-18,20,000, હરેશ ગોહિલ-22,35,000, અલ્પેશ કાલરિયા-33,75,000, સાગર દુધાગ્રા-4,50,000, રમેશ સભાડિયા-1,50,000, પ્રફુલ ઢોલરિયા-3,50,000, મુકેશ લિંબાસિયા-4,00,000નો સમાવેશ થાય છે. આ તમામ સભ્યોના 3,11,00,000થી વધુ રૂપિયા મળી 4200 લોકોના 60 કરોડ રૂપિયા પડાવી લીધા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments