વલસાડ : એરગન અને ધાતુના છરા સાથે ફરતા યુવકની પોલીસે ધરપકડ કરી

0
21

કારમાં એરગન અને ધાતુના છરા લઈને ફરતાં યુવકની પોલીસે દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પિસ્તોલ જેવી દેખાતી એરગન હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એરગનની સાથે ધાતુના છરા સહિત કુલ 2.5 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

કારની તપાસ કરતાં ગન મળી

પારડી કલસર પતલિયા ચેકપોસ્ટ પર પી.એસ.આઈ બી.એન.ગોહીલ, સ્ટાફના,યુવરાજ નાગભા, અતુલ પટેલ સહિતની ટીમ વાહનોની ચેકિંગ દરમિયાન GJ-05-CQ-9912 નંબર ની વેગેનાર કારને અટકાવી હતી અને તલાશી લેતા કારમાં રેકઝીન કવરમાં પિસ્તોલ જેવુ હથિયાર મળી આવ્યું હતું. જેથી કાર ચાલક દિનેશગીરી લક્ષ્મીચંદ્ર ગૌસ્વામી ઉવ 50 રહે વલસાડ અબ્રામા, શાંતિનગર પ્લોટ નં 53 ની પૂછપરછ હાથ ધરી હતી. આ પિસ્તોલ જેવુ હથિયારને પોલીસે કવર માથી બહાર કાઢતા એરગન હોવાનું બહાર આવ્યું હતું.

કાર માલિક સામે પણ ગુનો નોંધાયો

એરગનના કવર પાસે શિશુ જેવી ધાતુના 48 નંગ છરા મળી આવતા આ એરગન ફાયર કરવાથી ગંભીર ઇજા પહોચાડે તેવી હોવાથી પોલીસે બિલ કે પાસ પરમિટની માંગણી કરી હતી જે સામે દિનેશગીરીએ આ કાર વલસાડ મોગરાવાડી સૂર્યદેવ સોસાયટી ખાતે રહેતા હરીશ લક્ષ્મણભાઈ રબારીની હોવાનું અને એરગન પણ તેની જ હોવાનું જણાવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. અને આર્મ્સ રૂલ્સ 2016 સુધારા રૂલ્સ 3 મુજબ લાઈસન્સ મેળવવું જરૂરી હોય છેજાહેરનામાનો ભંગ બદલ પણ કાર્યવાહી કરી પોલીસે દિનેશગિરિની ધરપકડ કરી હતી અને કાર અને એરગન મળી પોલીસે 2.05.100/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here