દહેગામ : ITI ચાર રસ્તા પાસેથી પોલીસે ઇકોગાડીમાંથી ઇંગ્લીશ દારૂ સાથે બે ઈસમની ધરપકડ કરી.

0
126

દહેગામ પોલીસે ઇંગ્લિશ દારૂ ભરીને આવતી ઇકો ગાડી ઝડપી પાડી.
ગાડીમાં કોથળામાં ભરેલ દારૂ સાથે બે ઈસમોની કરાઈ ધરપકડ.
ઈંગ્લીશ દારૂ, મોબાઈલ ફોન, ઇકો ગાડી સાથે કુલ રૂપિયા 3 લાખ 55 હજારનો મુદ્દામાલ પોલીસે કર્યો કબ્જે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસને બાતમી મળી હતી કે કપડવંજ તરફથી એક ઇકો ગાડી નંબર GJ07DB  8504 નંબરની ગાડી ઇંગ્લિશ દારૂ ભરીને આવી રહી છે. આ ગાડી નેહરુ ચોકડી થઈને ITI ચાર રસ્તા પાસેથી પસાર થવાની છે. તેવી માહિતી પોલીસ ઘનશ્યામસિંહ રાઠોડ ને મળી હતી. માહિતી મળતા પોલીસે ITI ચાર રસ્તા પાસે ખાનગી વાહનોની આડમાં પોલીસની ગાડી વોચમાં મૂકી દીધી. બાતમીવાળી ઈકોગાડી સામેથી આવતા તેને ઉભી રખાવીને તેની અંદર તપાસ કરતા ગાડીની અંદર કોથળામાં જુદા-જુદા પ્રકારની ઇંગ્લિશ દારૂની કાચની બોટલ ભરેલી હતી.

પોલીસે કોથળામાં રહેલ ઇંગલિશ દારૂની બોટલ સાથે ગાડીમાં રહેલ બે ઈસમોની ધરપકડ કરી હતી. ધરપકડ કરેલ ઈસમોની પૂછપરછ કરતાં તેમના એકનું નામ મેહુલગીરી વિનોદગીરી ગોસ્વામી, રહે. બાવાના મુવાડા કપડવંજ અને બીજાનું નામ ઈશ્વર સિરાજ મહમદ સલીમ ભાઈ સિંધી રહે. બાવાના મુવાડા કપડવંજ આ બંનેની પોલીસે ધરપકડ કરી છે. ગાડીની અંદરથી ઇંગ્લિશ દારૂ, મોબાઇલ ફોન અને ઈકોગાડી સહિતની કિંમત કુલ રૂપિયા 3 લાખ ૫૫ હજારનો મુદ્દામાલ કબ્જે કરેલ છે. દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઘનશ્યામસિંહ રાઠોડ છેલ્લા એક માસમાં ચાર જેટલી ઈંગ્લીશ દારૂની ગાડીઓ પકડીને ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here