દહેગામ : મામલતદાર કચેરી આગળ દબાણોના પ્રશ્નો બાબતે ઉપવાસ ઉપર બેઠેલા બે વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી.

0
0

 

મામલતદાર કચેરી આગળ બે વ્યક્તિઓ ધરણા પર
બંને વ્યકિતને પકડી પોલીસ સ્ટેશન લઇ જવાયા.
દબાણોના પ્રશ્નો બાબતે બેઠા હતા ધરણા પર.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં રહેતા માધવદાસ પાટીલ અને ભરત મુંજાણી આજે મામલતદાર કચેરીની આગળ દબાણોના પ્રશ્નો બાબતે એક દિવસ ના ઉપવાસ ઉપર બેઠા હતા. ત્યારે પોલીસને જાણ થતાં સ્થાનિક પી.આઈ. જયદીપ સિંહ રાઠોડ અને તેના સ્ટાફે મામલતદાર કચેરી આવીને આ બંનેને દહેગામ પોલીસ સ્ટેશન પકડીને લઇ આવ્યા હતા અને થોડીવાર બાદ તેમને છોડી મુકવામાં આવ્યા હતા. તેમણે જે સાવણી બનાવી હતી તે પણ છોડી દેવામાં આવી હતી. ઉપવાસ પર બેસનાર વ્યક્તિઓની રજૂઆતો એવી હતી કે દહેગામ શહેરમાં વધી રહેલા દબાણો, ઓડાગાર્ડનમાં સિમેન્ટ અને કાંકરેજને દૂર કરો અને રોજેરોજ રસ્તાઓ સાફ કરો. દહેગામ શહેરના મુખ્ય માર્ગો ઉપર જે રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે તેની એજન્સીઓને રદ કરો. તેવા વિવિધ પ્રશ્નો લઈને આજ રોજ બે વ્યક્તિઓ મામલતદાર કચેરી ખાતે આજે એક દિવસના ઉપવાસ ઉપર બેઠા હતા.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here