રાજકોટ : કન્ટેઇનમેન્ટમાંથી મુક્તિ મળતા લોકો ટોળે વળ્યા, DJના તાલે ગરમાં રમ્યા, પોલીસ પોતાના સન્માનમાં વ્યસ્ત

0
10

રાજકોટ. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધતા આજ સુધી કીટીપરા વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવતો હતો. પરંતુ બાદમાં કોરોના પોઝિટિવ કેસ ન નોંધાતા અને પોઝિટિવ દર્દીઓ સાજા થઇ જતા આજે મનપાએ આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપી છે. છૂટછાટ મળતા જ લોકો ટોળે વળ્યા હતા. લોકોના ટોળાએ પોલીસનું ફૂલના હાર પહેરાવી સન્માન કર્યું હતું. પોતાના જ સન્માનમાં વ્યસ્ત પોલીસે લોકો પાસે સોશિયલ ડિસ્ટન્સ પાલન કરાવવાનું ભૂલી ગઇ હતી. લોકોએ કોઇ ઉત્સવ હોય તેમ DJના તાલે રાસ-ગરબા અને ડાન્સ કર્યો હતો.

 

પોલીસ પોતાના સન્માનના કાર્યક્રમમાં વ્યસ્ત

પોલીસ લોકો પાસે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવાને બદલે પોતાના સન્માનમાં જ વ્યસ્ત બની ગઇ હતી. લોકોના ટોળા કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. લોકોના આ મેળવડો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડી રહ્યો હતો. આ અંગે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરશે કે નહીં તે આવનારો સમય જ કહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here