હળવદ : પોલીસે  બુટલેગરનો પીછો કરતાં દારૂ ભરેલી કાર ગોલાસણ ની સીમમાં મુકી નાસી ગયા.

0
24
આજે બપોરના હળવદ પોલીસ હાઈવે પર પેટ્રોલિંગમાં હોય ત્યારે ત્યાથી પસાર થતી ઈન્ડીગો કાર શંકાસ્પદ લાગતાં તેને અટકાવવાની કોશિશ કરાઈ હતી પરંતુ  ચાલકે કાર હંકારી મુકી હતી જેથી પોલીસે પણ કારચાલક નો પીછો કરતા કારચાલક ગોલાસણ ની સીમમાં  કાર મૂકી નાસી ગયો હતો જેથી પોલીસએ  કારમા તપાસ કરતા તેમાંથી દારૂ-બિયર અને ચપલા મળી આવ્યા હતા જેથી પોલીસે ૨.૩૪લાખનો મુદ્દામાલ કબ્જે લઈ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન તેજ કર્યા છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ પોલીસ મથકના પી.આઈ  સંદિપ ખાંભલા ની સૂચનાને પગલે હળવદ પોલીસ ના સર્વેલન્સ સ્કવોડના જવાનો હળવદ હાઈવે પર પેટ્રોલિંગમાં હતા તે અરસામાં ત્યાથી ઈન્ડિગો કાર શંકાસ્પદ રીતના પસાર થતા પોલીસના જવાનો દ્વારા તેને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ કારચાલકે કાર હંકારી મુકી ગોલાસણ તરફ ભાગ્યો હતો જેથી પોલીસ એ તેનો પીછો કરતા કારચાલકે દારૂ ભરેલી કાર ગોલાસણ ની સીમમાં રેઢી મુકીને નાસી છૂટયો હતો.
પોલીસ ઘટના સ્થળે દોડી જઇ દારૂ ભરેલી કાર કબજે લઇ પોલીસ મથકે લાવવામાં આવી હતી અને તપાસ કરતા તેમાંથી ૭૨ બોટલ દારૂ ,૪૪નંગ બિયર અને ૯૦ ચપલા મળી આવ્યા હતા જેથી પોલીસે રૂપિયા ૩૪ હજારનો  દારૂ અને બે લાખની કાર મળી કુલ રૂ.૨.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ કામગીરીમાં સર્વેલન્સ સ્કવોર્ડના યોગેશદાન ગઢવી,દેવુભા ઝાલા,વિક્રમભાઈ સિહોરા સહિતના પોલીસ જવાનો જોડાયા હતા.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here