Home બનાસકાંઠા લાખણી : આગથળા પોલીસે પીછો કરી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી :...

લાખણી : આગથળા પોલીસે પીછો કરી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી : રોડ ઉપર ફસાયેલી કાર મૂકીને ચાલક ફરાર

0
10

 

લાખણી તાલુકાની આગથળા પોલીસે સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આગથળા પોલીસે શંકાસ્પદ કારનો પીછો કરી વાસણ-કુડાથી જસરા તરફ રોડ પરથી ઝડપી પાડી હતી. જેમાં તલાશી લેતાં રૂ.૧.૮૫ લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. કાર ફસાતા ચાલક ગાડી મુકી ફરાર થઇ ગયો હતો. તેને શોધવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

 

 

બનાસકાંઠા જીલ્લાની આગથળા પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. આગથળા પોલીસ મથકના પો.સ.ઇ. પી.એન.જાડેજા સહિતનો સ્ટાફ દારૂ-જુગારની પ્રવૃત્તિ ડામવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન એક સ્વિફ્ટ ગાડી શંકાસ્પદ લાગતાં તેનો પીછો કર્યો હતો. જેથી ચાલકે વાસણ-કુડાથી જસરા તરફ જતા રોડ પર ગાડીને સાઇડમાં ઉતારી ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડતાં પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગથળા પોલીસે આરોપી ફરાર થતાં કારની તલાશી લેતાં અંદરથી અંગ્રેજી દારૂની બોટલ નંગ.૩૫૯ ( કિં.રૂ.૧,૮૫,૫૦૦,) નો દારૂ મળી આવ્યો હતો. આ સાથે ગાડીની કિ.રૂ.૩,૦,૦૦૦ મળી કુલ કિં.રૂ. ૪,૮૫,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપી સામે પ્રોહીબીશનની ધારા મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા

Live Scores Powered by Cn24news