વડોદરા : જુગારધામમાં દરોડા દરમિયાન પોલીસે કબજે કરેલો મોબાઇલ છોડાવવા ડુપ્લિકેટ બિલ રજૂ કરનાર પિતા-પુત્રી સામે પોલીસ ફરિયાદ.

0
7

વડોદરા ક્રાઇમ બ્રાંચે જુગાર ધામ પર પાડેલા દરોડા દરમિયાન આરોપી પાસેથી કબજે કરેલા મોબાઇલ ફોન કોર્ટમાંથી છોડાવવા માટે બનાવટી બિલ રજૂ કરનાર પિતા-પુત્રી વિરૂદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે આરોપી પિતા-પુત્રની શોધખોળ હાથ ધરી છે.

ત્રણેય બિલમાં મોબાઇલનો આઇએમઇઆઇ નંબર અલગ-અલગ જણાઇ આવ્યો

વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટના તાંબા હેઠળ આવેલ ચીફ કોર્ટમાં ફરજ બજાવતા રજિસ્ટ્રારે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, વડોદરા ક્રાઇમ બ્રાંચે જુગારધામ પર દરોડો પાડીને આરોપી પાસેથી મોબાઇલ ફોન કબજે કર્યો હતો, જે મોબાઇલ ફોન પરત મેળવવા માટે અંકિતા સોની(રહે, મુક્તાનંદ સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા)એ અદાલતમાં અરજી કરી હતી. જે દરમિયાન માં એન્ટરપ્રાઇઝ હાઉસ ઓફ મોબાઈલ અને સદગુરુ મોબાઈલ નામના ત્રણ બિલો અલગ-અલગ સમયે કોર્ટમાં રજૂ કર્યાં હતા. જે ત્રણેય બિલોમાં મોબાઇલ ફોનનો આઇએમઇઆઇ નંબર અલગ-અલગ જણાઇ આવ્યો હતો.

ખોટા દસ્તાવેજોને સાચા તરીકે રજૂ કરવાની કલમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી

નોંધનીય છે કે, સદગુરુ મોબાઈલ દુકાનના માલિક અનિલભાઈ સચદે દ્વારા આપવામાં આવેલા બિલમાં આઇએમઇઆઇ નંબર અલગ હતો. જ્યારે માં એન્ટરપ્રાઇઝના દુકાન માલિક અજિત સચદેની પૂછપરછ કરતા તેણે અંકિતા નામની વ્યક્તિને કોઇ મોબાઈલ ફોન વેચાણ ન કર્યું હોવાનું જણાવ્યું હતું. અંકિતા સોનીએ ખોટા અને બનાવટી બિલો કોર્ટની કાર્યવાહીમાં રજૂ કરતા ફરિયાદના આધારે ગોત્રી પોલીસે અંકિતા સોની અને તેના પિતા પ્રફુલભાઇ સોની વિરૂદ્ધ ખોટા દસ્તાવેજોને સાચા તરીકે રજૂ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here