મુશ્કેલી : બહેન રંગોલી ચંદેલનો સપોર્ટ કરવા બદલ કંગના રનૌત વિરુદ્ધ પોલીસ ફરિયાદ

0
0

મુંબઈ. કંગના રનૌતની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. કંગનાએ પોતાની બહેન રંગોલી ચંદેલને સપોર્ટ કર્યો હતો. થોડાં દિવસ પહેલાં જ રંગોલીની વિવાદાસ્પદ ટ્વીટ બાદ તેનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યું હતું.

મુંબઈના એડવોકેટ અલી કાશીફ ખાન દેશમુખે કંગના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે એક બહેન હિંસા તથા મારી નાખવાની વાત કરે છે. આ વાતનો દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને તેને કારણે તેનું ટ્વિટર અકાઉન્ટ પણ સસ્પેન્ડ થયું. આટલું થયું છતાંય બીજી બહેન તેના સપોર્ટમાં આવે છે.

પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક્ટ્રેસ તથા તેની બહેન-કમ-મેનેજર રંગોલીએ તેમના સ્ટારડમ, ફૅનબેઝ, ફૅમ, પૈસા, પાવરનો ખોટો ઉપયોગ કર્યો છે. આટલું જ નહીં તેમણે પોતાના અંગત સ્વાર્થ ખાતર દેશમાં નફરત ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.

કંગનાએ વીડિયોમાં આ વાત કહી હતી

કંગનાએ કહ્યું હતું, મારી બહેને પરમ દિવસે એક ટ્વીટ કરી હતી અને તેમાં તેણે કહ્યું હતું કે જે લોકો ડોક્ટર્સ તથા પોલીસ પર હુમલા કરે છે, તેને ગોળી મારવી જોઈએ. જોકે, સુઝાનની બહેન ફરાહ ખાન અલી તથા ફિલ્મમેકર રીમા કાગતીએ ખોટો દાવો કર્યો અને તેમણે કહ્યું કે રંગોલીએ મુસ્લિમ જેનસાઈડ અંગે વાત કરી છે. જો ક્યાંય પણ આ વાતનો પુરાવો મળે તો હું અને રંગોલી સામે આવીને માફી માગીશું. શું તેઓ એમ કહેવા માગે છે કે દરેક મુસ્લિમ આતંકવાદી છે?

અમે આવું બિલકુલ માનતા નથી. દરેક મુસ્લિમ ડોક્ટર્સ કે પોલીસ પર હુમલા કરતા નથી. હું કેન્દ્ર સરકારને અપીલ કરવા માગીશ કે ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અહીંયા જ ખાય છે અને કરોડો-અબજો રૂપિયા કમાય છે અને આપણી જ હોડીમાં કાણું પાડે છે. આપણા વડાપ્રધાન, ગૃહમંત્રી, રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘને આતંકવાદી કહી શકાય છે પરંતુ તમે આતંકવાદીઓને આતંકવાદી કહી શકતા નથી. આ પ્રકારના પ્લેટફોર્મ બંધ કરી દેવા જોઈએ. મને ખ્યાલ છે કે હાલ દેશ અન્ય બાબતો સામે ઝઝૂમી રહ્યો છે પરંતુ આ પ્રકારના પ્લેટફોર્મનો અંત લાવવો જરૂરી છે અને આપણે આપણાં પ્લેટફોર્મ શરૂ કરવાની જરૂર છે.

 

રંગોલીએ મુરાદાબાદ કેસને ટ્વીટ કરી હતી

રંગોલીએ મુરાદાબાદમાં ડોક્ટર્સ તથા પોલીસની ટીમ પર થયેલી હિંસાને લઈ વિવાદાસ્પદ ટ્વીટ કરી હતી. રંગોલીની ટ્વીટ કોમી હિંસા ફેલાવે તે રીતનો આક્ષેપ ફિલ્મમેકર રીમા કાગતી, એક્ટ્રેસ કુબ્રા તથા જ્વેલરી ડિઝાઈનર ફરાહ ખાન અલીએ મૂક્યો હતો અને ટ્વીટ પણ કરી હતી. રીમા કાગતીએ મુંબઈ પોલીસને ટેગ કરીને ટ્વીટ કરી હતી, તમે આ તરફ જોશો અને કોઈ પગલાં લેશો? આ ફૅક ન્યૂઝ ફેલાવે છે અને ચોક્કસ સમુદાયને લઈ હિંસા તથા તિરસ્કાર ફેલાવે છે. સુઝાન ખાનની બહેન ફરાહ ખાન અલીએ પણ ટ્વીટ કરીને રંગોલીની ધરપકડની માગણી કરી હતી. ત્યારબાદ રંગોલીનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here