અમદાવાદ : GLS કોલેજમાં ત્રણ સિનિયર વિદ્યાર્થીઓ જુનિયરને ત્રાસ આપતા હોવાની પોલીસ ફરિયાદ

0
12

અમદાવાદ: નવરંગપુરા વિસ્તારમાં આવેલી GLS કોલેજ કેમ્પસમાં જૂનિયર વિદ્યાર્થીઓ ત્રણ સિનિયર વિદ્યાર્થીઓ પોતાના અંગત કામો કરાવી કેફેના બિલો ભરાવડાવી ત્રાસ ગુજારતા હોવાની ફરિયાદ નવરંગપુરામાં નોંધાઇ છે. નવરંગપુરા પોલીસે આ મામલે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કોલેજના રાજા છે, તેઓ કહેશે તેમ જ કરવું પડશે: સિનિયર ની ધમકી

બોડકદેવમાં રહેતા શ્યામ ચકવાવાલા GLS કોલેજમાં એલએલબીમાં અભ્યાસ કરે છે. શ્યામે નવરંગપુરા પોલીસને એક અરજી આપી હતી. જેના પર લાંબા સમય બાદ અચાનક પોલીસે અરજી પર તપાસ કરી હર્ષાદિત્યસિંહ પરમાર, ઉમંગ રબારી, દિગ્વિજય રબારી સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદી શ્યામ મુજબ તેણે જૂન 2019માં એડમિશન લીધું હતું. ત્યારથી જ હર્ષાદિત્યસિંહ પરમાર, ઉમંગ રબારી, દિગ્વિજય રબારી અવારનવાર ગાળો બોલી પોતે સિનિયર છે, કોલેજના રાજા છે, તેઓ કહેશે તેમ જ કરવું પડશે. કેફેના બિલો પણ ભરાવતા હતા. થોડા દિવસ પહેલા સિંધુભવન રોડ પર શ્યામની ગાડીનો કાચ તૂટ્યો હતો. જેથી આ ત્રણેય શખ્સોએ તેઓ કહેશે તેમ નહીં કરે તો વધુ નુકસાન ભોગવવું પડશે તેમ કહી ધમકીઓ આપી ટપલીદાવ કર્યો હતો. શ્યામની અરજીને નવરંગપુરા પોલીસે અચાનક ગુનામાં તબદીલ કરી અને ત્રણેય વિદ્યાર્થીઓ સામે મારામારી અને ધાકધમકીનો ગુનો નોંધ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here