સુરત : પોલીસ કોન્સ્ટેબલનો મહિલા બેંક કર્મચારી પર હુમલો, નાણામંત્રી સીતારમને CP અને કલેક્ટરને કોન્સ્ટે. સામે પગલા લેવા સૂચના આપી

0
48
પોલીસ કર્મીએ બેંકની મહિલા કર્મી પર હુમલો કરી માર માર્યો હતો. જેની ટિકા નાણામંત્રી સિતારમણે કરતા આખો મામલે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

સુરત. શહેરના સરથાણા પોલીસ મથકના કોન્સ્ટેબલે બેંકમાં ધમાલ મચાલી મહિલા કર્મચારી સહિત બે પર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. હાલ તો પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ જાણવા જોગ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. જ્યારે આ અંગે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમને પણ ટ્વિટ કરી સુરત પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટ અને કલેક્ટર ડો. ધવલ પટેલને પગલા લેવા સૂચના આપી છે. જેથી પોલીસ કમિશનર દ્વારા તપાસ કરી સરથાણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ધનશ્યામ આહીરને સસ્પેન્ડ કરી દેવાયો છે અને ધરપકડ કરવામાં આવી છે.

 

મહિલાનો મોબાઈલ ઝૂંટવી લીધો

મળતી માહિતી પ્રમાણે, સરથાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ ગત સોમવારે સાંજે સારોલી ખાતે આવેલી કેનેરા બેંકમા ધસી જઈ દાદાગીરી કરી હતી. સંબંધી બેંકમાં પાસબુકમાં એન્ટ્રી કરાવવા ગયા હતા. ત્યારે બેંક કર્મચારીએ એન્ટ્રી નહીં પાડી આપતા આ પોલીસ કોન્સ્ટેબલે બેંકમાં જઈ હંગામો કર્યો હતો. બેંકમાં એલફેલ બોલી કોન્સ્ટેબલે કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી. દરમિયાન બેંકની એક મહિલા કર્મચારીએ મોબાઈલમાં વીડિયો ઉતારવાનું શરૂ કરતા કોન્સ્ટેબલે હુમલો કરી મહિલાનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ અન્ય એક કર્મચારી પર પણ હુમલો કર્યો હતો.

CCTV અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

પોલીસ કોન્સ્ટેબલે મહિલા સાથે કરેલું વર્તન બેંકના CCTVમાં કેદ થઈ ગયું છે. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થઈ રહ્યો છે. બેંકના સ્ટાફે આ મામલે પુણા પોલીસમાં ફરિયાદ આપી હતી. પુણા પોલીસે કોન્સ્ટેબલ સામે જાણવાજોગ લઈ તપાસ શરૂ કરી છે.

સમજાવવા છતા મારવા માટે આવી રહ્યા હતા: પીડિતા

પીડિત મહિલાએ જણાવ્યું હતું કે, બેંકનું સર્વર ડાઉન હોવાથી મારાથી થતી મદદ કરી હતી. જોકે, તે પોલીસ કોન્સ્ટેબલને લઈને આવ્યા હતા. તેણે ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. તેમને સમજાવવા છતા મારવા માટે આવી રહ્યા હતા. દર્દ થતો હતો છતા મે તેમને સમજાવ્યા હતા. મે મારા પતિને ફોન કરવાનો પ્રયાસ કર્યો પણ મારો ફોન પણ ડેમેજ થઈ ગયો હતો. પોલીસ પણ કંઈ ન કરવા માટે દબાણ કરી હતી અને માત્ર જાણવા જોગ ફરિયાદ લીધી હતી. મારા પતિને પણ ચૂપ કરાવવામાં આવી રહ્યા હતા. હવે નાણામંત્રી નિર્મલી સીતારમનના કારણે પગલા લેવાઈ રહ્યા છે.

પોલીસ કોન્સ્ટેબલે પોતાનો બચાવ કર્યો

સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામ આહીરે જણાવ્યું હતું કે, મારા ફુવા બેંકમાં પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે ત્રણ-ચાર દિવસથી ધક્કા ખાઈ રહ્યા હતા. કોઈ જવાબ અને ધ્યાન આપતા ન હતા. ફોનમાં વાત કરવા કહ્યું તે પણ ન કરી. હું ત્યાં ગયો આઈકાર્ડ બતાવ્યું પોલીસ છું કહ્યું હોવા છતા મારી સાથે ઉશ્કેરણીજનક શબ્દો પ્રયોગ કર્યા હતા અને બહાર નીકળી જવા કહ્યું હતું. આ લોકોએ ટ્વિટરમાં એક વીડિયો વાઈરલ કર્યો છે. જેથી મારી વિનંતી છે કે, લોકો સામે સત્ય ઉજાગર થાય તેવો પ્રયાસ કરો. મારી નોકરીનો સવાલ છે. મને બદનામ કરવાથી કંઈ નથી થવાનું, સત્ય છે તેને સામે લાવો.

ખુબજ ગંભીર બાબત: પ્રશાંત શુંબે (ડીસીપી, સુરત )

પ્રશાંત શુંબે (ડીસીપી , સુરત )એ જણાવ્યું હતું કે, આ ઘટના સામે આવતા ફરિયાદ દાખલ કરી દીધી હતી. સરથાણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ધનશ્યામની ધરપકડ કરી લીધી છે અને કાનુની કાર્યવાહી પણ કરી છે. આ સાથે તેમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. આવી ઘટના કોઈ પણ જગ્યાએ બને તો તે બધા માટે ભારતીય નાગરિક અને પોલીસ માટે આ દુઃખદ અને ગંભીર ઘટના છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here