સુરત : ઝોન-4 વિસ્તારમાં ઝડપાયેલો 1.94 કરોડનો વિદેશી દારૂના જથ્થાનો પોલીસે નાશ કર્યો

0
14

સુરત પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવતો હોય છે. ત્યારે આ ઝડપાયેલા દારૂનો નિયમ મુજબ નાશ કરવામાં આવતો હોય છે. સુરત શહેરના ઝોન-4માં આવતા વિસ્તારમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના 1.94 કરોડના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

અમરોલી ખાતે દારૂનો નાશ કરવામાં આવ્યો.
અમરોલી ખાતે દારૂનો નાશ કરવામાં આવ્યો.

 

અમરોલી ખાતે બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરાયો

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે. ત્યારે સુરત શહેરમાં દમણ, હરીયાણા રાજસ્થાન, સેલવાસથી ઘેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. સુરત શહેરના ઝોન-4ના અમરોલી, રાંદેર, અડાજણ અને જહાંગીરપુરા, ડુમસ, ઈચ્છાપોર, હજીરા અને મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા 10 વર્ષમાં 1.94 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે. જેનો આજ રોજ અમરોલી ખાતે બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો.

અમરોલી, રાંદેર, અડાજણ અને જહાંગીરપુરા, ડુમસ, ઈચ્છાપોર, હજીરા અને મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ઝડપાયો હતો.
અમરોલી, રાંદેર, અડાજણ અને જહાંગીરપુરા, ડુમસ, ઈચ્છાપોર, હજીરા અને મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ઝડપાયો હતો.

 

બે મહિના પહેલા ઝોન-3માંથી ઝડપાયેલા દારૂનો નાશ કરાયો હતો

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પણ દારૂની હેરાફેરી અટકવાનું નામ નથી લેતી. પોલીસ દ્વારા દારૂના જથ્થાને ઝડપી લઈને છાસવારે કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતાં બુટલેગરો દ્વારા દારૂની ખેપ મારવામાં આવતી હોય છે. સુરત પોલીસ દ્વારા 3 ઝોન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદમાં નાશ કરવામાં આવ્યો છે. 34.70 લાખના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

ટ્રેક્ટર મારફતે દારૂનો જથ્થો નાશ કરવા માટે લાવવામાં આવ્યો હતો.
ટ્રેક્ટર મારફતે દારૂનો જથ્થો નાશ કરવા માટે લાવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here