દહેગામ : હીલોલ ચાર રસ્તા પાસેથી રાત્રીના સમયે પોલીસે પેટ્રોલીંગ દરમિયાન એક ડાલામાથી ૬૦ કોથડા ધઉં સહીત ત્રણ ઈસમોની ધરપકડ

0
87

દહેગામ તાલુકાના હીલોલ ચાર રસ્તા પાસેથી રાત્રીના સમયે પોલીસે પેટ્રોલીંગના સમયે એક ડાલામાથી ૬૦ કોથડા ઘઉના પકડ્યા અને ત્રણ ઈસમોની ધરપકડ કરી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હીલોલ પાસે દહેગામ પોલીસ પેટ્રોલીંગમા હતી ત્યારે એક પીકઅપ ડાલા નંબર જીજે-૧૮- એઝેડ- ૮૭૮૫ આવી રહ્યુ હતુ ત્યારે આ ડાલાને ઉભુ રખાવીને ચેક કરતા તેમા ઘઉનો જથ્થો ભરેલો હતો અને ડાલામા (૧) જીગરસંગ ઓફ કીશોરસિંહ બચુજી સોઢા રહેવાસી ખોડી ગામ તાલુકો દસકોઈ (૨) ઈસમ જશુભાઈ બારૈયા ગામ કુહા (૩) અરવીંદભાઈ ગોતાજી ડાભી રહેવાસી ડેમાલીયા તાલુકો દહેગામ નાઓને પુછપરછ કરતા પોલીસને કોઈ સંતોષકારક જવાબ નહી આપતા અને ઘઉના કોઈ આધાર પુરાવા નહી હોવાથી એક ગવરમેન્ટ પંજાબ તથા ગવરમેન્ટ હરીયાણા તથા ભારતીય ખાધ નીગમના મારકા લેબલવાળા જુદી જુદી મેન્યુ ફેક્ચરીના કંપનીના જણાવેલ તેમા એક કોથડામા ૫૦ કીલો લેખે ૬૦ કોથડામા ૩ હજાર કીલો ઘઉ દહેગામ પોલીસ નામે ભદ્રેશભાઈ જયંતીભાઈ અને અન્ય બે પોલીસ  કર્મીઓએ આ મુદ્દામાલ પકડી પાડ્યો છે.  તેની કીમત ૪૫,૦૦૦ ગણી કલમ ૧૦૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે. અને આ ત્રણેય ઈસમો સામે કલમ ૪૧ (૧) મુજબ એરેટ કરવામા આવ્યા છે.

આમ સસ્તાનાની દુકાનોના ઘઉ પકડાતા સમગ્ર દહેગામ પંથકમા હાહાકાર મચી જવા પામ્યો છે. એક બાજુ દહેગામ તાલુકાના હીલોલ ડેમાલીયા, કનીપુર, કરોલી, ચામલા જેવા ગામે ગ્રાહકોને પુરતા પ્રમાણમા અનાજનો જથ્થો મળતો નથી. ત્યારે આ ઘઉ પકડાતા આવા વેપારીઓ સામે કડકમા કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી આમ જનતાની માંગ ઉભી થવા પામી છે. સરકારની ચોરી કરતા અને ગરીબો માટે લાવવામા આવતા આવા ઘઉનો જો વેપલો થતો હોય તો ગ્રાહકોની સમસ્યાનુ સમાધાન ક્યાથી થાય. ઘઉની કુલ કીમત ૪૫,૦૦૦ રૂપીયા અને ડાલાની કીમત ૫ લાખ થઈ પોલીસે કુલ ૫,૪૫,૦૦૦ નો મુદ્દામાલ પકડી પાડ્યો છે

  • દહેગામ તાલુકાના હીલોલ ચાર રસ્તા પાસેથી રાત્રીના સમયે પોલીસે એક ડાલામાંથી ૩ હજાર કીલો ઘઉ ખાધ નીગમના મારકાના લેવલવાળા પકડ્યા
  • દહેગામ તાલુકાના હીલોલ ચાર રસ્તા પાસેથી કંટોલના ઘઉ પકડાતા તાલુકાની જનતામા વ્યાપેલો ભારે રોષ
  • દહેગામ તાલુકાના હીલોલ, ચામલા, ડેમાલીયા, કનીપુર, કરોલી જેવા ગામોમા ગ્રાહકોને સસ્તાનાની દુકાનોમા પુરતા પ્રમાણમા ઘઉ મળતા નથી ત્યારે આટલો બધો જથ્થો આવ્યો ક્યાથી
  • આવા દુકાનદારો સામે કડકમા કડક કાર્યવાહી કરવા આમ જનતાની ઉગ્ર માંગ થવા પામી છે
  • પોલીસે રાત્રીના સમયે પીકઅપ ડાલામાંથી ૬૦ કોથડા ઘઉ પકડી ત્રણ ઈસમોની કરી ધરપકડ
  • ઘઉની કુલ કીમત ૪૫,૦૦૦ રૂપીયા અને ડાલાની કીમત ૫ લાખ થઈ પોલીસે કુલ ૫,૪૫,૦૦૦ નો મુદ્દામાલ પકડી પાડ્યો છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here