બનાસકાંઠા : દિયોદર માં પોલીસ પરિવાર નવરાત્રીમાં, ચોરોને છુટો દોર

0
0

દિયોદર માં નવલા નવરાત્રી માણવા પ્રજાજનો ઉમટી રહ્યા છે. તેમાંય પોલીસ સ્ટેશનમાં પોલીસ પરિવાર દ્વારા મોટાપાયે નવરાત્રીનું આયોજન કરવામાં આવેલ છે. જે માણવા લોકો ઉમટી રહ્યા છે. તેમાંય રાત્રીના ૧૦-૧૧ વાગ્યા આસપાસ ચોરોને જાણે કે ખુલ્લુ મેદાન મળી રહ્યું હોય તેમ ત્રાટકી રહ્યા છે.

દિયોદર માં ગતરોજ શિહોરી રોડ ઉપર આવેલ શ્રીનાથજી અપનાઘરમાં રાત્રીના ગરબાનીમઝટ સમયે ચોરોએ દરજી શંભુલાલ ધનાભાઈના ઘરે હાથફેરો કરે ઘરે પડેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ઉઠાંતરી કરેલ છે. દરજી શંભુભાઈના પરિવારજનો રાત્રે ૧૦-૩૦ કલાક આસપાસ ગરબી જાવા ગયેલ તેઓ રાત્રે ૧ર વાગે પરત ફરતાં તાળું તુટેલ જાવા મળેલ. આ પરિવારની અદાજે એકાદ લાખની ચોરી થઈ હોવાનું મનાય છે. દિયોદર માં છેલ્લા અઠવાડીયાથી મુરલીધર, બંસીધર વિસ્તારમાં પણ ચોરી થવા પામેલ. તેમજ ગતરોજ દીઓદર તાલુકાના ઓગડપુરા ગામે ચોરી થવા પામેલ છે. આમ આ પંથકમાં જાણે ચોરોને છુટો દોર મળી રહ્યો હોવાનો અહેસાસ થઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here