Thursday, August 5, 2021
No menu items!
Homeરાજકોટ : બિલીયાળા પાસે અકસ્માતમાં આગ લાગતા 3 મહિલા ભડથું થઈ જવાની...
Array

રાજકોટ : બિલીયાળા પાસે અકસ્માતમાં આગ લાગતા 3 મહિલા ભડથું થઈ જવાની ઘટનામાં પોલીસે ટ્રકચાલક સામે ગુનો દાખલ કર્યો.

2 દિવસ પહેલા ગોંડલના ડેરા શેરીમાં રહેતા ક્ષત્રિય પરિવાર સુરેન્દ્રનગરના ખેરાળી ગામેં ખરખરાના કામે જઈ રહ્યો હતો. ત્યારે ગોંડલમાંથી પસાર થીને બિલીયાળા પાસે પહોંચ્યા ત્યારે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો અને આગ લાગતા 3 મહિલાઓ બળીને ભડથું થઈ ગઈ હતી. જે મામલે પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ટ્રકચાલકે સાઈડ સિગ્નલ આપ્યા વગર રોડ ક્રોસ કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં ક્ષત્રિય પરિવારની ત્રણ મહિલાઓ બળીને ભડથું થઈ ગયેલ હોય બનાવમાં ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધાવા પામ્યો છે.

ઘટનામાં મહેશસિંહ ગંભીર રીતે દાઝી ગયા હતા

મળતી વિગતો મુજબ ડેરા શેરી હવેલીની સામે રહેતા મહેશસિંહ કિશોરસિંહ રાયજાદા (ઉં.વ.51) પત્ની મુકુંદબા ઉર્ફે મીરાબા, માતા રસિકબા તથા મામી રેખાબા સાથે ગત 2 તારીખે સવારે પોતાની કાર લઈને સુરેન્દ્રનગરના ખેરાડી ગામે ખરખરાના કામે જઈ રહ્યાં હતાં. ત્યારે નેશનલ હાઈવે બિલિયાળા ગામના પાટિયા પાસે કપાસ ભરેલા ટ્રક GJ 1U 6711ના ચાલકે સાઈડ સિગ્નલ આપ્યા વગર રોડ ક્રોસ કરતા અકસ્માતો થયો હતો. જેમાં ત્રણેય મહિલાઓ સળગી જતા મોત નીપજ્યા હતા. જ્યારે મહેશસિંહ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા.

અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો

જો કે સમગ્ર મામલે ટ્રકચાલક સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેથી પોલીસે પોલીસે ફરિયાદ નોંધી ટ્રકચાલક વિરુદ્ધ આઈપીસી કલમ 279, 337, 304એવી એક્ટ 177, 184 અને 134 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે ટ્રકચાલકને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments