વડોદરા : પોલીસે માસ્ક પહેર્યા વિના નીકળેલા વાહનચાલકો પાસેથી 200 રૂપિયા દંડ વસુલ્યો,

0
8

વડોદરામાં કોરોના વાઈરસના વધી રહેલા વ્યાપને પગલે વડોદરા શહેર પોલીસ તંત્ર અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગોત્રી પોલીસ દ્વારા વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર નીકળેલા વાહન ચાલક સામે કાર્યવાહી કરી હતી. જ્યારે પાલિકાની ખોરાક શાખા દ્વારા મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

શહેરીજનો સાથે પોલીસે સંયમ રાખીને દંડ વસુલવાની કાર્યવાહી કરી

વડોદરા શહેર-જિલ્લામાં કોરોના વાઈરસના કેસો ચિંતાજનક વધી રહ્યા છે, ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માટે ફરીથી એક વખત તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ગોત્રી પોલીસ દ્વારા માસ્કના અમલ માટે વિશેષ ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી. જેમાં માસ્ક પહેર્યા વિના નીકળેલા વાહનચાલકોને 200 રૂપિયા દંડ ફટકાર્યો હતો. ટુ-વ્હીલર ચાલકો સાથે કાર ચાલકોને પણ માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકાર્યો હતો. જોકે, કેટલાક વાહનચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસે સંયમ જાળવીને મામલો થાળે પણ પાડ્યો હતો. તેજ રીતે મકરપુરા પોલીસે રાત્રે 10 વાગ્યા પછી માસ્ક પહેર્યા વગર ફરવા નીકળી પડેલા લોકો સામે કાર્યવાહી કરી હતી. અને તેઓ પાસે દંડનીય રકમની વસુલાત કરી હતી.

ફૂડ વિભાગે સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા દુકાનદારોને સમજાવ્યા

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખા દ્વારા કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ કર્યું હતું. દુકાનોમાં કોવિડ-19નું પાલન થાય છે કે નહીં તે માટે ચેકિંગ કર્યું હતું. માસ્ક પહેર્યું ન હોય, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું ન હોય તેમજ સેનેટાઇઝની સુવિધા ન હોય, તેવી દુકાનોના સંચાલકોને સુવિધા ઉપલબ્ધ કરવા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here