વેરાવળ : ડોક્ટર પર થયેલા હુમલાની ઘટનામાં પોલીસે 10 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

0
3

વેરાવળની કોવિડ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાની ઘટનામાં પોલીસે 10 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. કોરોના પોઝિટિવ યુવતીનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારે ડોક્ટર પર હુમલો કર્યો હતો. જેથી સમગ્ર મામલે ડો. આકાશ શાહે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે 10 શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

હોસ્પિટલમાં ઘુસી આવી પરિવારજનોએ તોડફોડ કરી હતી

ઘટનાની વિગત અનુસાર વેરાવળની કોવિડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ યુવતીનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. રોષે ભરાયેલા પરિવારજનો સહિત લોકોનુ ટોળુ હોસ્પિટલમાં ઘુસી આવ્યું હતું અને ડો. આકાશ શાહ પર હુમલો કર્યો હતો. આ સાથે જ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. જેથી સમગ્ર મામલે ડો.આકાશ શાહે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે 10 અજાણ્યા શખ્સો વિરૂદ્ધ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા સહિતની કલમો લગાવીને ગુનો દાખલ કર્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.