Home ગુજરાત જામનગર : ભૂમાફિયા જયેશ પટેલ અને તેના 14 સાગરીતો સામે પોલીસે ગુજસીટોક...

જામનગર : ભૂમાફિયા જયેશ પટેલ અને તેના 14 સાગરીતો સામે પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધ્યો, ભાજપના કોર્પોરેટર અને બિલ્ડરની ધરપકડ

0
24

ગુજરાત સરકાર દ્વારા ગુનાખોરીને કાબૂમાં કરવા માટે ગુજસીટોક કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. ત્યારે આ કાયદા હેઠળ જામનગર જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો છે. જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગ વિરૂદ્ધ કાયદાનો ગાળિયો વધુ મજબૂત કરવા માટે જામનગર પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ જયેશ પટેલ અને તેના 14 સાગરીતો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગેની માહિતી એસપી દીપેન ભદ્રને આપી છે. જામનગરના મોટા બિલ્ડર નિલેશ ટોળિયા અને ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીની પણ ધરપકડ કરવામાં આવી છે. સાંસદ પરિમલ નથવાણીની ફરિયાદ બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને જયેશ પટેલ ગેંગના એક પછી એક સાગરીતોને ઝડપી રહી છે. આ અંગે DIG સાંજે પ્રેસ કોન્ફરન્સ પણ કરશે અને રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આજે જામનગર આવે તેવી ચર્ચા છે.

જયેશ પટેલના એક પછી એક સાગરીતોની ધરપકડ કરવામાં આવી રહી છે જયેશ પટેલ અને તેના સાગરીતોના આતંકને ડામવા માટે ગૃહ વિભાગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના DCP દિપેન ભદ્રનને જામનગર એસપી તરીકે મૂકવામાં આવ્યા છે. દિપેન ભદ્રને એસપી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ જયેશ પટેલના એક પછી એક સાગરીતોની ATS અને પોલીસ આરોપીને ઝડપી પાડીને કાર્યવાહી કરી રહી છે. જામનગરના કુખ્યાત જયેશ પટેલની ગેંગનો સાગરીત આરોપી રઝાક સોપારી છે. તેના વિરૂદ્ધ જામનગરમાં અપહરણ, ખંડણી અને હત્યાનો પ્રયાસ કરવા સહિતના 7 જેટલા ગુનાઓમાં સંડોવણી છે.

રઝાક સોપારીને અમદાવાદના બોપલમાંથી ઝડપ્યો હતો

રઝાકે ત્રણ મહિના અગાઉ જામનગરમાં જાણિતા બિલ્ડર ગીરીશ ડેર પર ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં ACBએ નામચીન રઝાક સોપારી અને તેના ભાઈ તેમજ હુસેન દાઉદ ચાવડા અને જમીન માફ્યિા જયેશ પટેલની શોધખોળ કરી રહી હતી. ઓગષ્ટ મહિનામાં શોધખોળ દરમિયાન રઝાકનો ભાઈ હુસેન રાજસ્થાન તરફ્થી ટ્રક મારફતે જામનગર તરફ આવતો હોવાની ચોક્કસ બાતમીના આધારે રેંજ પોલીસે વાંકાનેર પાસે વોચ ગોઠવીને હુસેનને ઝડપી પાડયો હતો. બાદમાં રઝાક સોપારીને ગુરૂવારે બોપલથી ઝડપી લીધો હતો..

ગઈકાલે જયેશ પટેલના સાગરિત અનિયો અને એજાઝ પણ ઝડપાયા

જામનગરના નામચીન જયેશ પટેલ ગેંગના કથિત સાગરીત અનવર અબ્દુલ ગઢકાઈ ઉર્ફે અનિયો લાંબો અને એઝાઝ મામા અનવર સફિયા ઉર્ફે એજાઝને એટીએસની ટીમે જામનગર પેરોલ ફર્લો સ્કવોડની મદદથી દબોચી લીધા છે. જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર સરમરીયા દાદાના મંદિર પાછળથી પકડી જામનગર પોલીસને સુપરત કરતા તેના કોવિડ પરીક્ષણ માટે તજવીજ હાથ ધરાઇ છે. બંને નામચીન શખ્સોની મારામારી, ફાયરિંગ, જમીન પચાવવી સહિતના અડધોથી સવા ડઝન જેટલા ગંભીર ગુનામાં સંડોવણી ખુલી છે.

Live Scores Powered by Cn24news