હળવદ : કોરોના વોરિયર્સ : પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી, ટી.આર.બી ના જવાનોને સન્માનીત કરવામાં આવ્યા

0
76
હળવદ તાલુકા કાનૂની સેવા સમિતિ ના ચેરમેનશ્રી પી.ડી.જેઠવા સાહેબ ના વરદ હસ્તે પ્રજા ની સેવા માટે સતત કાર્યરત એવા કોરોના વોરિયર્સ પોલીસ – હોમગાર્ડ – જી.આર.ડી – ટી.આર.બી ના જવાનો ને સન્માનીત કરવામાં આવ્યા.
શ્રી એ.ડી.ઓઝા સાહેબ, અધ્યક્ષ શ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,મોરબી  તથા શ્રી આર.કે પંડ્યા સાહેબ, સેક્રેટરીશ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મોરબી ના માર્ગદર્શક હેઠળ શ્રી પી.ડી.જેઠવા સાહેબ, અધ્યક્ષશ્રી, તાલુકા કાનૂની સેવા સમિતિ, હળવદ દ્વારા કોરોના વોરિયર એવા પોલીસમિત્રો, હોમગાર્ડ જવાન, ટી. આર. બી. મિત્રોને  સન્માનપત્ર આપી, તેઓની કામગીરી ને પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ કાર્યક્રમમા હળવદ કોર્ટના  કર્મચારી શ્રી નિલેશભાઇ રાઠોડ સિનિયર કલાર્ક, શ્રી અમીતભાઇ મકવાણા આસીસ્ટન્ટ, શ્રી કીરણભાઇ સોલંકી આસીસ્ટન્ટ, શ્રી સંજય તાવીયા પટાવાળા નાઓએ હાજરી આપેલ અને કાર્યક્રમ માં સહભાગી થયેલ.
હળવદ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કોરોના વોરિયર્સ એવા સુરક્ષા કર્મીઓ નું સન્માનપત્ર અર્પણ કરી અને અનેરું સન્માન કરવામાં આવ્યું હતું વિશ્વ આખું કોરોના સામે લડાઈ લડી રહ્યું છે ત્યારે ગુજરાત અને હળવદ ના સુરક્ષા જવાનો ખડેપગે રહી પરિવાર ની ચિંતા કર્યા વિના પ્રજા ની રક્ષા કાજે નિરંતર કાયદા ની અમલવારી કરાવી અને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે ત્યારે હળવદ તાલુકા માં લોકો ની સેવા માં રાત-દિવસ જોયા વગર અવિરત કાર્યશીલ છે અને લોકો ને કાયદા નું પાલન કરાવી રહ્યા છે અને  કોરોના ને માત આપવા સતત પ્રયત્નશીલ છે તેવા પોલીસ – હોમગાર્ડ – ટી.આર.બી – જી.આર.ડી ના જવાનો ઉત્સાહ માં વધારો થાય તેવા શુભ આશય થી તાલુકા કાનૂની સેવા સમિતિ ના હળવદ ના ચેરમેન શ્રી પી.ડી.જેઠવા સાહેબ ના વરદ હસ્તે સુરક્ષા કર્મીઓ ને સન્માનપત્ર અર્પણ કરી અને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં સરકાર ના નિર્દેશો નું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું અને સોશિયલ ડિસ્ટનશ જાળવવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સંદર્ભે પી.આઈ શ્રી સંદીપ ખાંભલા , પી.એસ.આઈ પી.જી.પનારા તથા સુરક્ષા કર્મીઓ હાજર રહ્યા હતા અને ચેરમેન શ્રી પી.ડી.જેઠવા સાહેબ તથા પી.આઈ શ્રી સંદીપ ખાંભલા દ્વારા લોકો સુધી અવિરત કોરોના અંગે લોક જાગૃતિ લાવનાર સર્વે પત્રકાર મિત્રો નો પણ આભાર માન્યો હતો અને તેમની પ્રજાલક્ષી કામગીરી ને બિરદાવી હતી.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here