Friday, August 6, 2021
Homeસુરત : લિંબાયતમાં માથાભારે તત્વોએ પાર્કિંગના નામે રૂપિયા માંગી હંગામો મચાવતા પોલીસ...
Array

સુરત : લિંબાયતમાં માથાભારે તત્વોએ પાર્કિંગના નામે રૂપિયા માંગી હંગામો મચાવતા પોલીસ દોડી આવી

લિંબાયતમાં ટપોરીઓએ શુક્રવારની રાત્રે પાર્કિગના નાણાં બાબતે આતંક મચાવી ભારે હોબાળો કર્યો હતો. બિલાલ નામના એક યુવકને જાહેરમાં ફટકારતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.સ્થાનિક લોકો પાસે પાર્કિંગના નાણાં માંગી કર્યો હંગામો કરતા લિંબાયત પોલીસ દોડી આવી હતી. આખી ઘટના CCTVમાં કેદ થઈ જતા પોલીસે ફારૂક નામના યુવાનની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

યુવકની જાહેરમાં ધોલાઈ કરાઈ

પોલીસે જણાવ્યું હતું કે, મીઠી ખાડી ત્રીસ ચાલીમાં સોહિલ, ફિરોઝ અને સલમાન નામના અસામાજિક તત્વોએ સ્થાનિક લોકો પાસે પાર્કિગના પૈસાની ગેરકાયદેસર ઉઘરાણી કરી ધમાલ મચાવી હોવાનું જાણવા મળ્યું છે.લાકડાના ફટકાથી બિલાલ નામના એક યુવકની જાહેરમાં ધોલાઈ કરી હતી. સાતેક લારીઓ ઊંઘી વાળી દીધી હતી. જેને લઈ સમગ્ર વિસ્તારમાં દહેશતનું વાતાવરણ ઉભું થયું છે.

આરોપીઓની શોધખોળ શરૂ

પોલીસે ઘટના સ્થળે ગયા બાદ ઇજાગ્રસ્ત બિલાલ નામના યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ખુલ્લી તલવાર સાથે તમામ અસામાજિક તત્વો આંતક મચાવતા દેખાયા છે. હાલ પોલીસ તમામની શોધખોળ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments