વડોદરા : દૂધવાલા મહોલ્લામાં રાત્રે લારી-ગલ્લા પર બેઠેલા 200 લોકોના ટોળાને પોલીસે ભગાડ્યું, પોલીસે મહિલાઓને માર માર્યાનો આક્ષેપ

0
0

કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકાર તકેદારી રાખી રહી છે અને ચોક્કસ નીતિ નિયમ મુજબ વેપાર-ધંધા કરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ, હજી પણ વડોદરાના કેટલાક વિસ્તારોમાં આ નિયમોની અવગણના કરી મોડી રાત સુધી લારી-ગલ્લા ખુલ્લા રાખવામાં આવી રહ્યા છે. રાવપુરા પોલીસનો કાફલો ન્યાય મંદિર વિસ્તાર ફરતે આવેલા લારી ગલ્લા બંધ કરવા ગયો હતો, તે દરમિયાન દૂધવાલા મહોલ્લાના રહીશોએ પોલીસ કામગીરી સામે અવરોધ ઊભો કર્યો હતો અને આ જગ્યા પર અડિંગો જમાવતા અસામાજિક તત્વો પોલીસની કામગીરી સામે પડકાર ફેંક્યો હતો. બનાવના પગલે પોલીસે કાર્યવાહી કરતા 200 લોકોના ટોળામાં નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા. તો બીજી તરફ વિસ્તારની મહિલાઓએ પોલીસ સામે માર માર્યાના આક્ષેપો કર્યાં હતા.

પોલીસ કામગીરીમાં સાથ સહકાર ન આપીને લોકોએ ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યું

વડોદરા શહેરના ન્યાય મંદિર, મચ્છીપીઠ, યાકુતપુરા અને રેલવે સ્ટેશન સહિતના કેટલાક વિસ્તારોમાં મોડી રાત સુધી ખુલ્લી રહેતી ખાણીપીણીની લારીઓ પર અસામાજિક તત્વો અડ્ડો જમાવે છે. કાયદા મુજબ રાત્રે 11 વાગ્યા પછી પોલીસ લારી ગલ્લા બંધ કરાવતી હોય છે, ગુરૂવારે ન્યાય મંદિર ફરતે પોલીસ ધમધમતા લારી ગલ્લા બંધ કરવા ગઇ હતી, ત્યારે પોલીસ કામગીરીમાં સાથ સહકાર ન આપીને ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યું હતું. બનાવના પગલે પોલીસે કાર્યવાહી કરતા ભાગદોડ થઇ હતી, તો બીજી તરફ વિસ્તારની મહિલાઓએ પોલીસ સામે માર માર્યાના આક્ષેપો કર્યા હતા.

પોલીસ કહે છે કે, અમારો પ્રયાસ રાત્રે શાંતિ સ્થાપવાનો છે

સિટ પોલીસ સ્ટેશનના પી.આઇ. વાણીયાએ જણાવ્યું હતું કે, અહીંયા રાત્રીના સમયે ચા પીવા કે ગમે તે રીતે 100થી 200 માણસોનું ટોળુ ભેગુ થયું હતું અને રાત્રે 12:30 વાગ્યાની આસપાસ પોલીસે આવીને પોતાના ઘરે જવા માટે જણાવ્યું હતું. તેમાં ભાગદોડ થઇ અને પોત-પોતાના ઘરે જતા રહ્યા હતા. જોકે આ વિસ્તારની મહિલાઓ આક્ષેપ કર્યાં હતા કે, મહિલાઓને મારી છે, પણ પોલીસનો એવો કોઇ આશય ન હોય કે મહિલાઓને મારવી કે કોઇને ભગાડવા પણ રાત્રીના સમયમાં શાંતિ સ્થપાય હેતુથી પોલીસે તમામને સમજાવીને મોકલાવી દીધા હતા અને હાલમાં શાંતિ છે.

મારા પપ્પાને 2થી 3 લાફા અને ડંડાથી માર્યા

સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, મારા પપ્પા અહીં બેઠેલા હતા. એટલામાં પી.આઇ.ની ગાડી આવી હતી અને મારા પપ્પાને 2થી 3 લાફા અને ડંડાથી માર્યા, મારા પપ્પા લથડી પડ્યા, તેમની ઉંમર 80 વર્ષની છે, તેમને ડાયાબિટિશ, બ્લડપ્રેશર અને હાર્ટ એટેકની બીમારી છે. તેમને કંઇક થઇ જશે તો જવાબદારી કોણ લેશે. લોકો બેઠેલા હતા અને પી.આઇ.ની ગાડી આવીને બધાને ભગાડવા લાગ્યા અને મારવાનું શરૂ કરી દીધું. બીજો કોઇ ઝઘડો નથી.

પોલીસે આવીને મહિલાઓને માર માર્યો

સ્થાનિક યુવતીએ જણાવ્યું હતુ કે, પોલીસે અહીં આવીને મહિલાઓને માર માર્યો હતો. હું સાઇડમાં ન ગઇ હો તો મને પણ મારી હોત અને ગાડીને નુકસાન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here