સુરત : 1.33 કરોડના ડ્રગ્સ કેસમાં પોલીસે વધુ 3 આરોપીઓને ઝડપી લીધા

0
0

શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા ગત 22મીના રોજ ત્રણ અલગ અલગ જગ્યાએ રેડ કરીને ત્રણ આરોપીઓ પાસેથી 1.33 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. આ આરોપીઓના રિમાન્ડ દરમિયાન તેઓએ ક્યાંથી ડ્રગ્સનો જથ્થો ખરીદયો હતો તેની વિગતો આપી હતી. જેથી પોલીસ વાપી, મુંબઈ સહિતથી ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સલમાનને વાપીના મનોજે ડ્રગ્સ આપેલું
સુરતમાંથી પકડાયેલો સલમાન ડ્રગ્સ સુફીયાનને ડ્રગ્સ આપતો હતો. સુફીયાનની ધરપકડ કરવામાં આવી છે. સલમાન મુદ્દામાલ સંકેત અને વાપીના મનોજ પાસેથી લાવતો હતો. જેથી પોલીસે વાપીના રહેવાસી મનોજકુમાર શીતલપ્રસાદ ભગતને ઝડપી પાડ્યો છે. મનોજે 400 ગ્રામ ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો.

મુંબઈથી આરોપીને ઝડપી લેવાયો
સંકેત પાસેથી 300 ગ્રામ ડ્રગ્સ મળ્યું હતું.સંકેતે રિમાન્ડમાં પ્રજ્ઞેશ ઠુમરનું નામ ક્લિયર થયું હતું. બન્ને મિત્રો હતા અને સાથે રહેતા હતાં. પ્રજ્ઞેશની અટકાયત કરાઈ છે. વરાછાના વિનય ઉર્ફે બંટીને ધરપક઼ડ કરાયેલી તેની પાસેથી 17.5 ગ્રામ ડ્રગ્સ તે મુંબઈથી લાવ્યાનું જાણવા મળ્યું હતું. જેના આધારે અંધેરીમાં રહેતા રોહન ઝાની ધરપકડ કરવામાં આવી છે. રોહનની પુછપરછમાં તેણે બંટીને ડ્રગ્સ અપાવવામાં મદદ કરી અને પોતાના ઘરે ડિલ કરી હતી. ઉસ્માન પાસેથી ડ્રગ્સ મેળવ્યું હોય તેની શોધખોળ ચાલું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here