સુરત : ડિંડોલી વિસ્તારમાં દેશી તમંચા સાથે ફરતા યુવકને પોલીસે ઝડપાયો

0
0

લાલગેટ પોલીસ સ્ટેશનમાંથી આરોપી તમંચા સાથે ઝડપાયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે ડિંડોલી વિસ્તારમાંથી એક યુવક દેશી તમંચા સાથે ઝડપાયો છે. પોલીસે આ યુવકની અંગ જડતી કરતાં તેની પાસેથી દેશી તમંચો મળી આવ્યો છે. આરોપીઓએ પોલીસ પૂછપરછમાં કબુલ્યું કે, તે હત્યા કેસમાં નિર્દોષ છૂટ્યો છે ત્યારથી જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. જેથી પોતાની હત્યા ન થાય અને રક્ષણ માટે તમંચો રાખતો હતો. પોલીસે હાલ તમંચા સાથે યુવકને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલો યુવક કાપડની દુકાનમાં કામ કરે છે

ભૂતકાળમાં ગુનામાં સંડોવાયેલા આરોપીને ચેક કરવાના આદેશ વચ્ચે સુરત SOGની ટીમ પ્રેટ્રોલિગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, ડિંડોલીના ભેસ્તાન આવાસ ખાતે રહેતો મોહસીન ઉર્ફે રધુ યુસુફ સૈયદ જે હાલમાં વરિયાવી બજારના મુલ્લા પ્લાઝા બિલ્ડીંગમાં આવેલી ફેશન સ્ટ્રીટ મોડેલ્સ -02 બ્યુટીક નામની રેડીમેઈડ કાપડની દુકાનમાં કામ કરે છે. આ યુવક તેની પાસે દેશી હાથ બનાવટનો તમંચો લઈને ફરે છે. પોલીસને બાતમી મળતા પોલીસે આ યુવાનની તપાસ કરી તે બુટિક ખાતે જઈને અંગ જડતી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો મળી આવતા પોલીસે આ યુવાનની ધરપકડ કરી તેની પુછપરછ કરી હતી.

યુવકે તમંચો કોની પાસેથી લીધો તે અંગેની પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(યુવકે તમંચો કોની પાસેથી લીધો તે અંગેની પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.)

 

જીવ બચાવવા તમંચો રાખતો હોવાની કબૂલાત

પુછપરછમાં આ ઈસમ કેટરીંગના વેપાર સાથે જોડાયેલો હતો અને તેની હરિફાઈમાં વેપાર કરતા ઈસ્તીયાઝે તેની પાસે રૂપિયાની માંગણી કરી તેને હેરાન કરતો હતો.એક દિવસ ઇમ્તિયાઝ તેને મારવા આવ્યો હતો ત્યારે પોતાનો જીવ બચવા માટે તેણે લાકડાનો ફટકો મારતા ઈમ્તિયાઝનું વર્ષ 2017માં મોત થયું હતું. જોકે આ હત્યા બાદ વર્ષ 2019માં આ કેસમાં કોર્ટે તેને નિર્દોષ છોડી મૂક્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ જેની હત્યા કરી હતી તે ઈમ્તિયાઝના સાળા સતત મોહસીનને મારી નાંખવાની ધમકી આપતા હતા.જેથી તેણે તમંચો ખરીદ્યો હોવાનું કહ્યું હતું. હાલ પોલીસે તમંચો વેચનાર સહિતને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here