Friday, June 2, 2023
Homeગાંધીનગર ગાંધીનગરના સરગાસણમાં પોલીસે વિદેશી દારૂ, બિયરનાં જથ્થા સાથે બુટલેગરને ઝડપ્યો

ગાંધીનગરના સરગાસણમાં પોલીસે વિદેશી દારૂ, બિયરનાં જથ્થા સાથે બુટલેગરને ઝડપ્યો

- Advertisement -

ગાંધીનગરના સરગાસણ ગામના દરબાર વાસમાં ઈન્ફોસિટી પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને પેટી પલંગમાં સંતાડેલ વિદેશી દારૃ – બિયરનો જથ્થો શોધી કાઢી બુટલેગરને ઝડપી લઈ 18 હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના સરગાસણ ગામમાં દરબાર વાસમાં રહેતો 35 વર્ષીય બુટલેગર મહેંદ્રસિંહ સતુજી વાઘેલા છેલ્લાં ઘણાં સમયથી વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની ગંધ ઈન્ફોસિટી પોલીસને આવી ગઈ હતી. જેનાં પગલે હેડ કોન્સ્ટેબલ આશિષસિંહ કરણસિંહ તેમજ સિધ્ધરાજસિંહ ભીખુસિંહ સહિતનો સ્ટાફ મહેંદ્રસિંહની ગતિવિધિ પર બાઝ નજર માંડીને બેઠા હતા.

આ દરમ્યાન ઈન્ફોસિટી – 1 ગાડીમાં સરગાસણ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ આશિષસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, મહેન્દ્રસિંહ સતુજી વાઘેલાએ પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો છે. જેનાં પગલે પોલીસ ટીમે મહેંદ્રસિંહ વાઘેલા નાં ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસને જોઈને બુટલેગર મહેંદ્રસિંહનાં મોતિયા મરી ગયા હતા. બાદમાં પોલીસે ઘરની આસપાસ તપાસ કરી હતી. પરંતુ કશું હાથ લાગ્યું ન હતું. જોકે, પાક્કી બાતમી હોવાથી પોલીસ ટીમે મહેંદ્રસિંહનાં ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરી બેડરૂમમાં લાકડાનાં પેટી પલંગમાં સંતાડેલ અલગ અલગ બ્રાન્ડની રૂ. 17 હજાર 195 ની કિંમતની વિદેશી દારૃની બોટલો તેમજ બિયરનો જથ્થો મળીને 18 હજારથી વધુની કિંમતનો દારૃ શોધી કાઢવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી બુટલેગર મહેંદ્રસિંહ વાઘેલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular