વડોદરા : ડભોઇ તાલુકાના પણસોલી બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે 78 કિલો ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા.

0
9

વડોદરા જિલ્લાના ડભોઈ નજીકથી પોલીસે 78 કિલો ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. જિલ્લા એસ.ઓ.જી પોલીસે ડભોઇ નજીકથી ગાંજાના નશાના કારોબારને ઝડપી પાડ્યો છે. બોલેરો ગાડી લઈ પસાર થતા હતા દરમિયાન ડભોઇ તાલુકાના પણસોલી બસ સ્ટેન્ડ પાસેથી મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

9.87 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

એસ.ઓ.જી પોલીસે 78 કિલો વજન નો ગાંજાનો જથ્થો, રોકડ, મોબાઈલ અને બોલેરો ગાડી મળી 987090 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી શાંતીલાલ નારવે(ઉ.વ.27), નવલસીંગ નારવે(ઉ.વ.30) બંને મધ્યપ્રદેશના રહેવાસી અને મનીષ નારવે(ઉ.વ.)ને ઝડપી પાડ્યા છે. બોલેરો ગાડીના બોનેટ, સીટની પાછળ અને ગાડીની બોડીની નીચે ગાંજો સંતાડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here