દહેગામ : રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ કડજોદરા પાટીયા પાસેથી મારુતિ કારનો પીછો કરી ઇંગ્લિશ દારૂ સાથે ત્રણ ઈસમોની કરી ધરપકડ કરી.

0
0

દહેગામ તાલુકાના રખિયાલ પોલીસે કડજોદરા પાટીયા પાસેથી બોલેરો ગાડીનો પીછો કરીને ઇંગ્લિશ દારૂ સાથે ત્રણ ઈસમોની ધરપકડ કરી. રખિયાલ પોલીસે રૂપિયા 5,40, 260 ઇંગ્લિશ દારૂ મુદ્દામાલ સાથે પકડ્યો.

 

 

ગાંધીનગર જિલ્લાના રખિયાલ પોલીસ સ્ટેશનમાં નવા નિમણૂક પામેલા પી.એસ.આઇ ની કામગીરી ઇંગ્લિશ દારૂ પકડવામાં પ્રશંસનીય હોય તેવું દેખાઈ રહ્યું છે. હમણાં હમણાં તેમના સ્ટાફને એલર્ટ કરીને ઘણી બધી ઈંગ્લીશ દારૂની ગાડી પકડી છે. ગઈકાલે સાંજે કડજોદરા રોડ ઉપર રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તેવા સમયે તેઓને બાતમી મળી હતી કે બાયડ તરફથી એક સફેદ કલરની બોલેરો ગાડી નંબર GJ01HZ 2345 નંબરની ગાડી જેમાં ઈંગ્લીશ દારૂ ભરેલ છે તે દહેગામ તરફ જવાની છે.

 

 

તેવી પાકી બાતમી પોલીસને મળતા ઘટનાસ્થળે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેતા બાયડ બાજુથી બાતમી વારી ગાડી દેખાતા પોલીસે તેને ઈશારો કરીને સાઇડમાં ઉભી રાખવા રજૂઆત કરી. ત્યારે આ ગાડીના ચાલકે પૂર ઝડપે ગાડી હંકારી મુકી ત્યારે પોલીસે પ્રાઇવેટ વાહનમાં આ ગાડીનો પીછો કરતા બોલેરો ગાડી લીહોડા બાજુ વચ્ચેના રસ્તે વાળવામાં આવી અને પોલિસ સોપા બાજુ ના માર્ગે વાળી ત્યારે પોલીસે વધુ તપાસ કરતાં લીહોડાની સીમમાં આ ગાડી ને જોતા આ ગાડીમાંથી ત્રણ ઈસમોની ધરપકડ કરી. ગાડીની તલાશી લેતા અંદર કઈ માલ મુદ્દા મળ્યા નહીં। જેથી પોલીસે આ ઈસમોની પૂછપરછ કરતાં લીહોડામાં આવેલી કાંટાવાળી જાડીમાં દારૂ સંતાડેલો મળી આવ્યો હતો. અને તેમની પૂછપરછ કરતાં વિક્રમ ચંદુભાઈ ઠાકોર, બોડકદેવ, અમદાવાદ અને જગદીશ લાલ ચંદ્ર બારોટ, થલતેજ ગામ, અમદાવાદ તેમજ સુનિલ રામ રતન અરોડા, રબારીવાસ, થલતેજ ગામ, અમદાવાદના રહીશો હતા. અને તેમની પાસેથી વિદેશી દારૂની પેટી નંગ છે તેની કિંમત 32 ,760 અને બોલેરો ગાડી ની કિંમત 5,00,000 અને ત્રણ મોબાઇલની કિંમત 7,500 થઈને રખિયાલ પોલીસે ઇંગ્લિશ દારૂ સાથે 5,40,260 ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોની ધરપકડ કરી છે.

 

 

રિપોર્ટર : અગરસિંહચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here