પ્રાંતિજ : પોલીસ દ્વારા રોડ ઉપર થી ચાલતા જતાં ૧૮ પરપ્રાંતીય મંજુરોને કોરેટાઇન કરવામાં આવ્યાં.

0
7

પ્રાંતિજ પોલીસ દ્વારા તેમણે રોકી કોરેટાઇન કર્યા.
મેડીકલ ચેકઅપ કરી કમાલપુર કોલેજ ખાતે કોરેટાઇન કરવામાં આવ્યાં.
૧૮ પરપ્રાંતીય મજુરોને પ્રાંતીજ ખાતે કોરેટાઇન કરવામાં આવ્યાં.
પ્રાંતિજ કચેરી તથા પ્રાંતિજ પાલિકા દ્વારા રહેવાજમવાની વ્યવસ્થા કરાઇ.

 

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર અમદાવાદ થી ચાલતા યુપી જઇ રહેલ ૧૮ પરપ્રાંતીય યુવાનોને પ્રાંતિજ પોલીસ દ્વારા મેડીકલ ચેકઅપ કરી કોરેટાઇન કરવામાં આવ્યાં. મામલતદાર કચેરી તથા પ્રાંતિજ પાલિકા દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી.

વિઝન

 

હાલ દેશ સહિત વિશ્વ ભરમાં કોરોના ની મહામારી લઇને લોકોમાં ભય નો માહોલ છે તો બીજીબાજુ સરકાર દ્વારા જેમ બને તેમ સંક્રમણ ઓછું થાય તે માટે લોકડાઉન ઉપર લોક ડાઉન જાહેર કરવામા આવે છે ત્યારે હાલ ધંધા રોજગાર બંધ થતા લોકો બેરોજગાર થયા છે તો અમદાવાદ ખાતે યુપી થી ધંધા રોજગાર માટે આવેલ પરપ્રાંતીયો ધંધા રોજગાર વગર પોતાના વતન તરફ જઈ રહ્યા છે ત્યારે આટલી કાળઝાળ ગરમીમાં પણ અમદાવાદ થી યુપી ચાલતા જતાં ૧૮ યુવાનો રોડ ઉપર ચાલતા ધરે જવા નિકળ્યા હતાં અને પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવી પહોચ્યા હતાં તો સવાલ એ પણ છે કે જો અમદાવાદ થી આવતા કેટલીય ચેકપોસ્ટ રસ્તા માં આવે છે પણ કોઈની પણ આ ૧૮ પરપ્રાંતીય યુવાનો ઉપર નજર ના પડી.

બાઇટ : આકાશભાઇ પટેલ, ચીફ ઓફિસર, પ્રાંતિજ.

 

પ્રાંતિજ વિસ્તારમાં આવતા જ પ્રાંતિજ પી.આઇ ની બાજ નજર ને લઇને પ્રાંતિજ પી.આઇ દ્વારા તેમણે રોકીને પુછપરછ કરી હતી તો યુવાનો એ જણાવ્યું કે અમે અમદાવાદ થી આવીએ છીએ અને હોટલોમાં કામકાજ કરતા હતાં પણ હાલ કોરોના ને લઇને અમારી પાસે કોઇ કામધંધા ના હોવાથી અને કોઇ વાહનો ના મળતાં અમે હાલ તો અમદાવાદ થી યુપી ચાલતા જઇ રહ્યા છીએ ત્યારે પ્રાંતિજ પી.આઇ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. અને આરોગ્ય વિભાગની ટીમની મદદથી મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યો હતો તો પ્રાંતિજ મામલતદાર કચેરી ના નાયબ મામલતદાર તથા પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કમાલપુર ખાતે આવેલ શ્રીમતી એમ.સી.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તેમની રહેવાની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ તો તેમને કોરેટાઇન કરવામાં આવ્યાં છે અને પ્રાથમિક મેડિકલ ચેકઅપમાં કોઈ પણ સંક્રમણ જોવા મળ્યા ન હતાં. રોજ તેમનુ રેગ્યુલર મેડીકલ ચેકઅપ કરવામાં આવશે અને ટ્રેન ચાલુ થશે ત્યારે તેમને યુપી ખાતે મોકલી આપવામાં આવશે તેવું પ્રાંતિજ પી.આઇ નાયબ મામલતદાર તથા નગર પાલિકા ચીફઓફિસર દ્વારા જણાવવામા આવ્યું હતું.

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here