જામનગર : ભાજપના નેતાની હોટેલમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસે કર્યો પર્દાફાશ

0
75

જામનગરના પંચવટી સર્કલ પાસે આવી એક હોટેલમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે બે ડમી ગ્રાહકો તૈયાર કરીને તેને ગોલ્ડન ક્રાઉન હોટેલમાં મોકલ્યા હતા. આ ડમી ગ્રાહકોને હોટેલના રીસેપ્શન પાસે બેસેલા એક વ્યક્તિએ પૈસા લઇને યુવતીની વ્યવસ્થા કરી આપી હતી. જ્યારે એક ડમી ગ્રાહક રૂમ નંબર 203મા યુવતીની સાથે ગયો ત્યારે પોલીસે તાત્કાલિક હોટેલમાં દરોડો પાડીને આ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ સમગ્ર મામલે એક મહિલા અને સેક્સ રેકેટ ચલાવતા ઇસમની ધરપકડ કરી હતી. મહત્ત્વની વાત એ છે કે, સેક્સ રેકેટ જે હોટેલમાંથી પકડાયું તે હોટેલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ આશિષ કંટારીયાની હોવાનું સામે સામે આવ્યું છે.

આ બાબતે પોલીસે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે બાતમીના આધારે બોગસ ગ્રાહક મોકલીને રેડ કરી હતી. આ રેડ દરમીયાન અમારો નકલી ગ્રાહક હોટેલના રૂમ નંબર 203માંથી પૂણેની એક મહિલા સાથે મળી આવ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મહિલાએ પોતાની મરજીથી પોતાનું શરીર વેંચવા બાબતે મંજૂરી આપેલી હતી. આ બાબતે ઊંડાણ પૂર્વક તપાસ કરીને જામનગરના રહેવાસી દિનેશની હોટેલમાંથી ધરપકડ કરી હતી અને રાકેશ નામના ઇસમની સામે દેહ વ્યાપારનો ધંધો ચાલવાનો અને હ્યુમન ટ્રાફિકિંગ અંગેનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલી છે.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ સ્ત્રીનીં પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે પૂણેથી અમદાવાદ આવી હતી અને ત્યારથી આ હોટેલના રૂમમાં રહેતી હતી અને રાકેશ ટેલીફોનની મદદથી ગ્રાહકો હોટેલમાં મોકલતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here