વડોદરા : જુગારધામ પર પોલીસની રેડ, ભાગવા જતાં યુવાનનું બિલ્ડીંગ પરથી નીચે પટકાતા મોત..!

0
0

વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલા સરકારી બિલ્ડીંગમાં જુગારધામ પર પોલીસની રેડ

પોલીસને જોઇ ભાગી રહેલા યુવાનનું બિલ્ડીંગ પરથી પડતા મોત થયું ! પોલીસે માર મારતા યુવાનનું મોત થયું હોવાના પરિવારજનોએ કર્યો આક્ષેપ

વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલી ગરનાળા પોલીસ ચોકી સામે સરકારી બાંધકામમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેને આધારે સિટી પોલીસની ટીમે જુગારધામ પર રેડ પાડી હતી.આ રેડ દરમિયાન જુગાર રમતા દાનીશ શેખ નામનો યુવાન ધરપકડથી બચવા માટે પીવીસીની પાઈપ પકડીને ભાગવા ગયો હતો.

જોકે તે નીચે ઉતરે તે પહેલા જ બિલ્ડીંગ પરથી નીચે પટકાયો હતો. જેથી તેને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન દાનીશ શેખનું મૃત્યું થયું હતું. જેને લઈને મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. પોલીસની આ કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. મૃતકના માતા અને ભાઇએ આક્ષેપ કર્યો છે કે, પોલીસે રેડ દરમિયાન દાનિશને માથામાં અને પગમાં ડંડા માર્યા હતા, જેથી ઇજાગ્રસ્ત થયેલા દાનીશને પોલીસ સયાજી હોસ્પિટલમાં મૂકી જતી રહી હતી, ત્યારબાદ અમને ઘટનાની જાણ થતાં અમે હોસ્પિટલ દોડી ગયા, જ્યાં અમારા ગોલુનું મોત થયું હતું.

PSI જે.ટી. નિનામાએ જણાવ્યું હતું કે, અમે રેડ પાડતા આરોપી ભાગવા ગયો હતો, તે દરમિયાન પીવીસીની પાઇપ પકડીને તે નીચે ઉતરવા જતો હતો, તે સમયે નીચે પડી ગયો હતો અને પગમાં વાગ્યુ હતું. જેથી અમે તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા, જ્યાં તેનું મોત થયું છે. પરિવારજનોએ પોલીસ પર કરેલા આક્ષેપો ખોટા છે.

વડોદરા નજીક આવેલા ટુંડાવ ખાતે કેશરબા ફાર્મમાં દરોડા, 11 જુગારીઓ ઝડપાયા

વડોદરા જિલ્લાના સાવલી નજીક આવેલા ટુંડાવ ખાતે કેશરબા ફાર્મમાં ચાલી રહેલા જુગારધામ પર જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડતાં વડોદરા અને સાવલીના ખાનદાની ૧૧ વ્યક્તિઓ જુગાર રમતા ઝડપાયા હતા. તેમના વાહનો સહિત ૧૬.૪૯ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ ઉપરાંત જુગારધામાંથી વિદેશી દારૂ અને બીયરના ટીનનો જથ્થો પણ મળી આવ્યો હતો. ફાર્મ હાઉસના માલીક સહિત તમામની સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના જિલ્લાના સાવલી તાલુકાના ટુંડાવ ખાતે કેશરબા ફાર્મ આવેલ છુ. વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતા હુસૈનભાઇ સરદારસિંહ રાઠોડની માલિકીના આ ફાર્મમાં છેલ્લા કેટલાક સમયથી જુગારધામ ચાલતુ હતુ. આ બાબતે વડોદરા જિલ્લાના ક્રાઇમ બ્રાન્ચને જાણ થતાં પી.આઇ. ડી.બી. વાળા, પીએસઆઇ આર.જી. દેસાઇએ સ્ટાફ સાથે દરોડો પાડ્યો હતો. જેમાં ૧૧ લોકો ઝડપાઇ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here