Saturday, August 13, 2022
Homeવડોદરા : પોલીસે જુગારધામ પર દરોડો પાડીને 33 જુગારીઓને પકડી લીધા.
Array

વડોદરા : પોલીસે જુગારધામ પર દરોડો પાડીને 33 જુગારીઓને પકડી લીધા.

- Advertisement -

શહેરના દાંડીયા બજાર કાકા સાહેબના ટેકરા પર ધમધમતા તારા કહારના જુગારધામ પર દરોડો પાડીને 33 જુગારીઓને પકડી લીધા હતા. પોલીસે જુગારીઓ પાસેથી 73,300 રુપીયા રોકડા સહિત 1.95 લાાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

શહેર જીલ્લામાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દારુ અને જુગારના અડ્ડાઓ પર ઉપરા છાપરી દરોડા પાડવામાં આવતા પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે. શહેરના દાંડીયા બજાર વિસ્તારમાં કાકા સાહેબના ટેકરામાં રહેતી તારા કહાર તેના ઘરમાાં છેલ્લ ત્રણ ચાાર મહિનાથી જુગાર ધામ ચલાવે છે. તેવી બાતમી સ્ટેટ મોનિટરીંગ સેલને મળી હતી, જેથી પોલીસે છુપી રીતે તારા કહારના ઘર પાસે વોચ ગોઠવી હતી. છેલ્લા અનેક દિવસોની સતત વોચ બાદ પાકી ખાતરી થતાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે શનિવારે બપોરે તારા કહારના ઘરમાં દરોડો પાડયો હતો. પોલીસને જોઇને જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી પણ પોલીસે કોર્ડન કરીને તમામ 33 જુગારીને ઝડપી લીધા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે તારા કહારે જુગારીઓ પાસેથી રૂપિયા એકત્ર કરવા માટે રમેશ મંગલ રાણા સહિતના લોકોને રાખ્યા હતા. અને આ લોકો પાસેથી રૂપિયા લઇને અડધો કલાકમાં જ પૈસા સગેવગે કરી દેતા હતા. જોકે પોલીસે સાવચેતી પુર્વક સમગ્ર ઓપરેશન પાર પાડતાં 33 જુગારી ઝડપાયા હતા. આમ પોલીસ કમિશનર કચેરી રાવપુરા પોલીસ સ્ટેશનની વચ્ચે આવેલા દાંડીયાબજાર સ્થિત કાકા સાહેબના ટેકરા પરથી મોટુ જુગારધામ પકડાતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular