રાજકોટ : વીરપુર અને જેતપુરમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા, મહિલા બુટલેગર સહિત બેની ધરપકડ

0
4

રાજકોટ. વીરપુર પોલીસ સ્ટેશન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. રબારીકા ગામની સીમ ભાદર નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી પરથી 70 લીટર દેશી દારૂ ઝડપાયો હતો.  ભઠ્ઠી ચલાવતા ભાભલુભાઇ ગભરૂભાઇ જલુની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે દેશી 70 લીટર દારૂ, દેશી દારૂ બનાવવા ઠંડો 600 લીટર આથો, ભઠ્ઠીના સાધનો, એક મોબાઇલ મળી કુલ 24800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેતપુરમાં પણ દેશી દારૂની ભઠ્ઠી પર દોરોડો પાડ્યો હતો.

જેતપુરમાં દેશીદારૂની ભઠ્ઠી પર દરોડો

જેતપુરના ઘેટાવાળા પ્લોટમાં રહેતી મહિલા બૂટલેગર જ્યોતિ ધીરૂભાઇ ઝાલાના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડતા દેશી દારૂ બનાવતી ભઠ્ઠી મળી આવી હતી. પોલીસે50 લીટર દેશી દારૂ, દેશી દારૂ બનાવવાનો 600 લીટર આથો, દારૂ બનાવવાના સાધનો સહિત 8650 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.