કલોલ : કલોલ શહેર અને તાલુકામાં આવેલા છત્રાલ જીઆઇડીસીમાં ચાલતા જુગાર ઉપર પોલીસે સપાટો બોલાવ્યો હતો અને જુગાર રમતા તત્વોને ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસે તેમની પાસેથી રોકડ રકમ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.કલોલ તાલુકા પોલીસને બાતમી મળેલ કે છત્રાલ જીઆઇડીસીમાં ટેમ્પા સ્ટેન્ડ આગળ જુગાર રમાઈ રહ્યો છે તે બાતમીના આધારે પોલીસે દરોડો પાળ્યો હતો
અને જુગાર રમતા પ્રકાશભાઈ નરસિંહભાઈ પરમાર તથા જશવંતભાઈ બળદેવભાઈ ઠક્કર તથા અશોકભાઈ કેશાભાઈ રાવળ તથા અનવરભાઈ બચુભાઈ કલાલ અને રમેશભાઈ અમરતભાઈ સેનમાંને ઝડપી લીધા હતા પોલીસે તેમની પાસેથી રોકડા રૃપિયા ૩,૬૨૦ જપ્ત કરીને કાર્યવાહી હાથધરી છે જુગારના અન્ય એક નરોડામાં શહેરમાં આવેલ નવજીવનની ચાલીમાં જુગાર રમાઈ રહ્યો હતો ત્યારે પોલીસે દરોડો પાડયો હતો પોલીસે દરોડો ભાળી જુગાર રમતા દીપકભાઈ રમેશભાઈ પરમાર તથા રજાક મોહમ્મદભાઈ શેખ અને જયેશભાઈ વિનોદભાઈ દંતાણી તથા રમેશભાઈ ધનજીભાઈ રાઠોડ અને નિકુલ ગોવિંદભાઈ મકવાણા તથા રમણભાઈ બબાભાઈ રાઠોડ તથા મેહુલ રણજીતભાઈ દંતાણીને ઝડપી દીધા હતા પોલીસે તેમની પાસેથી જુગાર રમવાના પાના પત્તા તથા રોકડા રૃપિયા ૧૦,૬૭૦ જપ્ત કરીને તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે.