પોલીસ રેડ : પત્ની કોરોના નેગેટિવ આવી તો પતિએ દારૂની પાર્ટી રાખી

0
7

શહેરમાં એકતરફ કોરોના મહામારી ચાલી રહી છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેવા સતત અપીલ કરવામાં આવે છે ત્યારે કેટલાક લોકો સંક્રમણનો ભય ભૂલી દારૂની મહેફીલ માણી રહ્યા છે, અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી પોલીસે દરોડો પાડીને દારૂની પાર્ટી કરી રહેલી 5 મહિલા તેમજ એક પુરુષની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે, કોરોના પોઝિટિવ પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવતા અને તેને ડિપ્રેશનમાંથી બહાર કાઢવા માટે પતિએ દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસને બાતમી મળી હતી કે, શહેરના થલતેજ શીલજ રોડ પાસે આવેલા એક મકાનમાં કેટલાક લોકો દારૂની મહેફીલ માણી રહ્યા છે. જેના આધારે પોલીસે ત્યાં રેડ પાડી હતી. મકાનમાં ઘુસતા જ એક પુરુષ તેમજ એક મહિલા રૂમમાં બેઠા હતા. વધુ તપાસ કરતા ટેબલ પાછળ અન્ય 4 મહિલાઓ પણ છુપાયેલી હતી. અને ચારેય મહિલાઓ દારૂના નશામાં હતી.

પોલીસે પાંચેય મહિલા તેમજ એક પુરુષની ધરપકડ કરી લીધી હતી અને મકાનમાંથી મળેલી દારૂની બોટલ પણ જપ્ત કરી હતી. પોલીસ પુચપરછમાં સામે આવ્યું કે, એક મહિલાને થોડા સમય પહેલા કોરોના થયો હતો. જેનો રિપોર્ટ હાલમાં જ નેગેટિવ આવ્યો હતો. પરંતુ મહિલા ડિપ્રેશનમાં હતી તે માટે તેનું ડિપ્રેશન દૂર કરવા તેના પતિએ આ પાર્ટીનું આયોજન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here