રાજકોટ : ગેરકાયદે વ્યાજે પૈસા આપી જમીન પડાવનાર ભૂપત ભરવાડને લઈ પોલીસ તેની ઓફિસે પહોંચી, પંચનામું કરવામાં આવ્યું

0
0

જામનગર પોલીસ બાદ હવે રાજકોટ પોલીસ પણ હરકતમાં આવી છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભુપત ભરવાડ વિરુદ્ધ એક બાદ એક ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. માત્ર સાત દિવસના સમયગાળાની અંદર જ ભૂપત ભરવાડ વિરુદ્ધ ત્રણ જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે. જે ગુનાઓમાં ગેરકાયદે વ્યાજે પૈસા આપવા, બળજબરી પૂર્વક જમીન પચાવી પાડવી તેમજ જાનથી મારી નાખવાની ધાક ધમકી આપવી સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આજે ભૂપત ભરવાડને લઈને તેની ઓફિસે પહોંચી પંચનામું કરવામાં આવ્યું છે. ઓફિસમાં દસ્તાવેજી પુરાવા, અન્ય ડોક્યુમેન્ટ છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ઓફિસ નજીકથી ભૂપત ભરવાડનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું.

ભૂપત ભરવાડ વિરૂદ્ધ હજુ બે ગુના નોંધાય તેવી શક્યતા

ભૂપત ભરવાડના આજે રિમાન્ડ પૂર્ણ થતાં હોય તે પહેલાં પોલીસ દ્વારા તેને સાથ રાખી તેની ઓફિસે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પોલીસ દ્વારા તેની જરૂરી પૂછપરછ કરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. તો સાથે જ આરોપીની ઓફિસમાં કોઈ દસ્તાવેજી પુરાવા કે અન્ય કોઈ ડોક્યુમેન્ટ છે કે કેમ તેની તપાસ પણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી દિવસોમાં ભૂપત ભરવાડ વિરૂદ્ધ હજુ બે ગુના દાખલ થઈ શકે તેમ છે. તેમજ પોલીસ દ્વારા યોગ્ય સમયે પાસાની કલમ હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી શકે તેમ છે.

2012માં ફરિયાદીને ગેરકાયદે પૈસા આપી જમની પચાવી પાડી હતી

પોલીસના મિત્ર ગણાતા ભૂપત ભરવાડ સામે વર્ષ 2012માં ફરિયાદીને ગેરકાયદે વ્યાજૈ પેસા આપી બળજબરીથી રૂપિયા પડાવી અને જમીન પર કબ્જો કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. 7 દિવસમાં ભૂપત ભરવાડ સામે 3 ગુના નોંધાયા હતા. વર્ષો જૂના ગુનાઓ અંગે ફરિયાદો નોંધાતા પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here