દહેગામ : રખિયાલ વિસ્તારના આત્રોલી બસ સ્ટેશન પાસે થી મારૂતી ગાડીમાંથી પોલીસે ઈંગલીશ દારૂ પકડ્યો

0
45

દહેગામ તાલુકાના રખિયાલ પોલીસે રાત્રીના સમયે આત્રોલી બસ સ્ટેશન પાસેથી પસાર થતી એક મારૂતી ગાડીમાંથી ૪૩૨૦૦ નો વિદેશી દારૂ પકડ્યો સમય સુચકતા વાપરી મારૂતી ગાડીનો ચાલક ફરાર.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ મારૂતી ગાડી નંબર જીજે-બીજે-૧-૨૫૪૬ નંબરની ગાડી ઈંગલીશ દારૂ ભરીને પસાર થવાની છે તેવી માહિતી મળતા રખિયાલ પોલીસ આત્રોલી બસ સ્ટેશન પાસે નાકાબંધી કરી દેતા સામેથી આવતી ગાડીને ઈસારો કરતા ગાડીનો ચાલક અને પોલીસ વચ્ચે દોડાદોડી થતા આ મારૂતી ગાડીનો ચાલક ગાડી મુકીને રાત્રીના અંધકારમા ક્યાક ગરકાવ થઈ જવા પામ્યો હતો. પોલીસે રાત્રીના સમયે તેની શોધખોળ કરતા તે મળવા પામ્યો ન હતો ત્યારે પોલીસે ગાડીની અંદર તલાસી લેતા ઈંગલીશ દારૂની ૩૬ બોટલ અને બીયર ટીન ૨૫૫ મળી આવ્યા હતા. અને કુલ પોલીસે ૪૩૨૦૦ નો મુદ્દામાલ પકડી ફરાર થઈ ગયેલ ગાડીના ચાલક સામે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • રાત્રીના સમયે પોલીસ ઈંગલીશ દારૂ પકડવાની લાયમા મારૂતી ગાડીનો ચાલક સમય સુચકતા વાપરી ભાગી ગયો
  • આમ રખિયાલ પોલીસે પરપ્રાંતીય ગાડીમાંથી જુદી જુદી પ્રકારની વિદેશી દારૂની બોટલો પકડી
  • પોલીસે ૪૩૨૦૦ નો વિદેશી દારૂ મુદ્દામાલ સાથે પકડ્યો

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here