અમદાવાદ : અમરાઇવાડી વિસ્તારમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો : પોલીસે 1.22 લાખનો દારૂ કર્યો જપ્ત.

0
19

ગુજરાતમાં બેરોકટોક દારૂની હેરાફેરી થઇ રહી છે નવા વર્ષની ઉજવણી કરવા માટે બુટલેગરો દારૂની વ્યવસ્થા કરી આપવા માટે સજ્જ થઇ ગયા છે તો બીજી બાજુ પોલીસ પણ દારૂ પકડવા માટે સજ્જ છે. અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં ભારતીય બાનવટ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. અમરાઇવાડી ન્યુ કોટન ચાર રસ્તા પાસેથી પોલીસે દારૂનો જથ્થો ઝડપ્યો હતો. જેની અંદાજિત રકમ 1.22 લાખ થાય છે. પોલીસની રેડ પડતાં જ આરોપી ફરાર થઇ ગયો હતો.

શહેરના અમરાઇવાડી વિસ્તારમાં આવેલ ન્યુ કોટન ચાર રસ્તા પાસે ઇંગ્લિસ દારૂનો ધંધો ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસને બાતમી મળી હતી કે ગોમતીપુરમાં બિલાલ મસ્જીદની સામે મરીયમબીબીની ચાલીમાં રહેતો તસ્લીમ આરિફ ઉર્ફે જોકર ઇકબાલભાઇ મુન્નાભાઇ શેખ વિદેશી દારૂનો ધંધો કરે છે. સિલ્વર કલરની ટાટા સફારી ગાડીમાં નીચેના ભાગે પતરાથી વેલ્ડીંગ કરી ખાના બનાવી તેમાં દારૂનો જથ્થો સંતાડી ધંધો કરે છે. અને આ ગાડી અમરાઇવાડી ન્યુ કોટન ચાર રસ્તા પાસે માધવલાલ કુંભારની ચાલીની સામે મેટ્રો પિલ્લર પાસે પાર્ક કરેલી છે.

આ અંગેની બાતમી મળતા જ પોલીસે રેડની કાર્યવાહી કરી હતી. જ્યાં ન્યુ કોટન ચાર રસ્તા પાસે મેટ્રો પિલ્લરની દિવાલ નજીક બાતમી વાળી ટાટા સફારી ગાડી પાર્ક કરેલી હતી. આ દરમિયાન તપાસ કરતા ગાડીના નીચેના ભાગમાં વેલ્ડિંગ કરેલા ખાનામાં મોટા પ્રમાણમાં દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ અલગ અલગ બ્રાંડની 310 બોટલો કબ્જે કરી હતી. પોલીસે કુલ 1.22 લાખનો દારૂ જપ્ત કર્યો હતો.

પોલીસ તપાસ મુજબ, ગોમતીપુરમાં રહેતો આરોપી તસ્લીમ આરિફ ઉર્ફે જોકર ઇકબાલભાઇ મુન્નાભાઇ શેખ અમરાઇવાડી વિસ્તારમાં દારૂનો ધંધો ચલાવતો હતો. જો કે રેડ દરમિયાન આરોપી ફરાર ગઇ ગયો હતો. તો બીજી તરફ પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા વધુ તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here