સુરત : પાંડેસરાના બમરોલી વિસ્તારમાંથી પોલીસે 4 લૂંટારૂઓને ઝડપી લીધા

0
0

સુરતઃપાંડેસરા વિસ્તારમાં આવેલા બમરોલીની અમીઝરા રેસિડેન્સી નજીકથી પોલીસે ચાર લૂંટારૂઓને ઝડપી લીધા હોવાનું સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. વહેલી સવારે પોલીસે વોચ ગોઠવીને છમાંથી ચાર લૂંટારૂઓનું ઝડપી લીધા હતાં. જ્યારે બે નાસી જવામાં સફળ રહ્યાં હતાં.

રાહદારીઓને લૂંટતા હતાં

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ પાંડેસરાના બમરોલી વિસ્તારમાં આવેલી અમીઝરા રેસિડેન્સી પાસે ઘણા લાંબા સમયથી રાહદારી બાઈક સવાર અને લોકોને ચપ્પુની અણીએ આંતરીને તેમની પાસેથી રોકડ, સોનાના દાગીના અને મોબાઈલ સહિતની વસ્તુઓની લૂંટ ચલાવાતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના આધારે પોલીસે કામગીરી હાથ ધરતાં ચાર લૂંટારૂઓને ઝડપવામાં પોલીસને સફળતા મળી હતી. જ્યારે નાસી ગયેલા બે લૂંટારૂઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ફિલ્મી સ્ટાઈલમાં પકડ્યાં લૂંટારૂઓ

​​​​​​​પોલીસે લૂંટારૂઓને ઝડપવા માટે વોચ ગોઠવી હતી. છ લૂંટારૂઓને ઝડપવા પોલીસે પીછો કરતાં લૂંટારૂઓ કાદવ કીચડમાંથી નાસી છૂટ્વા લાગ્યા હતાં. જો કે લૂંટારૂઓની હોશિંયારી કામ આવી નહોતી અને પોલીસે છમાંથી ચારને ઝડપી લીધા હતા જ્યારે બે લૂંટારૂઓ નાસી જતા પોલીસે તેમને પકડવા તપાસ હાથ ધરી છે. લૂંટારૂઓ પકડાવા અંગે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here