Wednesday, August 4, 2021
No menu items!
Homeલાખણી : જડિયાલી ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડતી આગથળા પોલીસ 
Array

લાખણી : જડિયાલી ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડતી આગથળા પોલીસ 

 

લાખણી : શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તથા શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ પોલીસ  અધિક્ષક  બનાસકાંઠા, ઇન્ચા.નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એચ.ચૌધરી સાહેબ તથા સર્કલ પો. ઇ.શ્રી મિશ્રા સાહેબનાઓએ પ્રોહીબીશન/જુગારની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તથા નાસતા ફરતા આરોપી પકડવા  સુચન અને માર્ગદર્શન આધારે અમલવારી કરવા સારૂ આજ રોજ  આગથળા  પો.સ્ટે.ના સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

                                  

દરમ્યાન એક શોર્ટ DI જીપ શંકાસ્પદ હાલતમાં ઊંટવેલીયા તરફથી જડિયાલી ગામમાં કાચા નેળિયામાં  આવતી હોઈ જેને ઉભી રખાવવા ઈશારો કરતા જીપ માં બેસેલ ઈસમો પોતાની જીપ દૂર ઉભી રાખી ભાગવા લાગેલ જેનો દોડીને પીછો કરતા જેમાંથી જીપનો ચાલક પકડાઈ જતા તેનું નામ સરનામું પૂછતાં પોતાનું નામ અશોકપુરી કલપુરી ગોસ્વામી રહે ગેળા તા.લાખણી અને ભાગી ગયેલ ઇસમનું નામ પથુંભાઈ  હરભાઈ રાજપૂત રહે ગેળા વાળા નું જણાવતો હોઈ જેને સાથે રાખી જોતા જીપનો નં GJ-02-BH-6016 નો. હોઈ,જીપમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ  ક્રેઝી રોમિયો ની કુલ પેટી 22 તથા 34 છુટ્ટી એમ કુલ બોટલ  1090 કુલ કી.રૂ.1,09,000/- તથા શોર્ટ DI જીપ ગાડી ની કી. રૂ.1.50.000/- ગણી તથા મો.બા.કી. રૂ.500/- એમ કુલ કી. રૂ.2.59.500/-નો પ્રોહી કેસ શોધી કાયદેસર  કાર્યવાહી કરેલ છે

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments