વડોદરા જિલ્લા LCBએ એક્સપ્રેસ-વે પરથી બોલેરોમાં 52 પેટી વિદેશી દારૂ ઝડપ્યો.

0
0

વડોદરા નેશનલ હાઇવે ઉપરથી આણંદ લઇ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે મોડી રાત્રે એક્સપ્રેસ હાઇવે ઉપરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.52 પેટી વિદેશી દારૂનો જથ્થો બોલેરોમાં લઇ જવાતો હોવાની માહિતી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચને મળી હતી. જે માહિતીના આધારે પોલીસે એક્સપ્રેસ હાઇવે ઉપર આજોડ નજીકવોચ ગોઠવી રૂપિયા 2.59 લાખની કિંમતનો દારૂ અને બોલેરો મળી રૂપિયા 6.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આજોડ ગામના ઓવરબ્રિજ પરથી 54 પેટી દારૂ પકડ્યો

જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. ડી.બી. વાળાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ વડા દ્વારા વિદેશી દારૂની થઇ રહેલી હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવામાટે સુચના આપવામાં આવી હતી. જે સુચનાને પગલે મારી તેમજ પી.એસ.આઇ. એમ.એમ. રાઠોડની ટીમ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એક બોલેરો બોલેરો નેશનલ હાઇવે ઉપરથી વિદેશી દારૂનો જથ્થો લઇને આણંદ જઇ રહી હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે અમારી ટીમોની એક્સપ્રેસ હાઇવે ઉપર વોચ ગોઠવી દેવામાં આવી હતી.એક્સપ્રેસ હાઇવે ઉપર આજોડ ગામના ઓવરબ્રિજ પાસે મળેલી માહિતીવાળી બોલેરો આવતા જ તેને રોકી હતી. બોલેરો રોકીને તેમાં તપાસ કરતા તેમાંથી રૂપિયા 2,59,200  ની કિંમતનો વિદેશી દારૂની 54 પેટી મળી આવતા કબજે કરી હતી. આ સાથે આ વિદેશી દારૂનો જથ્થો લઇને નીકળેલા મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં આજવા રોડ ઉપરબી-5, સુગમ પાર્ક સોસાયટીમાં રહેતા ધેવરચંદ ભગીરથરામ બિસ્નોઇની ધરપકડ કરી હતી.

રાજસ્થાનના પાલીના અમદાવાદ રહેતા શખ્સે દારૂ આપ્યો હતો
વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા ધેવરચંદ બિસ્નોઇની પૂછપરછ કરતા તેણે રાજસ્થાન પાલીના રહેવાસી પ્રશાંત ઉર્ફ અનિલ સુરેશચંદ્ર કુમાર તેમજ પાલીના વતની અનેહાલમાં અમદાવાદના રહેવાસી મનિષ પુરોહિતે ભરીને આપ્યો હોવાનુ જણાવ્યું હતું. પોલીસે દારૂ સાથે પકડાયેલા ધેવરચંદ તેમજ દારૂ મોકલનાર બે બુટલેગરો સામે તાલુકાપોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે પ્રોહિબિશ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here