લોકડાઉનનો કડક અમલ કરવા માટે પોલીસે સાયકલ પેટ્રોલિંગ કર્યું શરૂ, વસ્ત્રાપુરમાં ટોળાને ઝડપી કાર્યવાહી કરી

0
6

પોલીસ દ્વારા લોકડાઉનનો કડક અમલ કરાવવા માટે હવે નવો નુસખો વાપરવામાં આવી રહ્યો છે. ત્યારે વસ્ત્રાપુર પોલીસે સિવિલ ડ્રેસમાં સાયકલ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. જ્યાં ત્યાં ટોળા વળીને બેસતા લોકોને અને બાગ-બગીચામાં ભેગા થતા લોકોને પકડવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે. પોલીસ સ્ટાફે SHE ટીમ સાથે રહીને પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને લોકડાઉનનો કડક અમલ કરાવશે. આજથી શરૂ કરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન વસ્ત્રાપુર પોલીસે હિલદર્શન એપાર્ટમેન્ટમાં ટોળું વળીને બેઠેલા લોકોને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here