Wednesday, October 20, 2021
Homeગુજરાતપોલીસ-વિદ્યાર્થી ઘર્ષણ : રાજકીય દબાણ આવતા આખરે દ.ગુ.યુનિવર્સિટીના કુલપતિ થયા સક્રિય

પોલીસ-વિદ્યાર્થી ઘર્ષણ : રાજકીય દબાણ આવતા આખરે દ.ગુ.યુનિવર્સિટીના કુલપતિ થયા સક્રિય

 

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં યોજવામાં આવેલા નવરાત્રિ દરમિયાન વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી. જેનો એબીવીપી દ્વારા વિરોધ હવે રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં પણ જોવા મળતા ધીરે ધીરે વધુ ઉગ્ર બની રહ્યો છે. આ પ્રકરણનો ઝડપથી ઉકેલ આવે તે માટે વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીના કુલપતિ સક્રિય થઇને કામે લાગ્યા છે. સુરત પોલીસ કમિશનર ઓફિસ ખાતે તેઓએ પોલીસ કમિશનર અજય તોમર સાથે બેઠક કરી હતી. ભાજપના કેટલાક નેતાઓની દખલગીરી બાદ પણ વિદ્યાર્થીઓ પોતાના નિર્ણય સાથે અડગ દેખાઈ રહ્યા છે. જેને કારણે હવે હાલ કુલપતિએ આ સમગ્ર મામલો ઝડપથી ઉકેલ લાવવો પડે તેવી સ્થિતિ ઊભી થઇ રહી છે.

પોલીસ કમિશનર અને કુલપતિ વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ
કુલપતિ કે. એન.ચાવડા અને પોલીસ કમિશનર અજય તોમર વચ્ચે કેટલાક મહત્વના મુદ્દાઓ લઈને ચર્ચા કરવામાં આવી હતી. કમિશનર દ્વારા જે તપાસ સોંપવામાં આવી છે તેમાં કઈ રીતે કેટલીક કામગીરી થઇ છે તેની પણ માહિતી કુલપતિ દ્વારા મેળવવામાં આવી હતી. સાથોસાથ આ મુદ્દાને ઝડપથી ઉકેલ કેવી રીતે આવી શકે તેને લઈને પણ કમિશનર અને કુલપતિ વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ છે. પોલીસની કામગીરીને લઇને પણ કુલપતિએ કમિશનરને રજૂઆત કરી છે.

પોલીસની કામગીરીને લઇને પણ કુલપતિએ કમિશનરને રજૂઆત કરી.
પોલીસની કામગીરીને લઇને પણ કુલપતિએ કમિશનરને રજૂઆત કરી.

પોલીસ તપાસ ટીમ અને વિદ્યાર્થીઓ વચ્ચે બેઠક કરાવવા પ્રયાસ
કુલપતિ કે. એન. ચાવડાએ જણાવ્યું કે યુનિવર્સિટીના કેમ્પસમાં એક દિવસ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું છે તે બાબતે આજે પોલીસ કમિશનરને મળવાનું થયું છે. વિદ્યાર્થીઓના પ્રશ્નો ઝડપથી ઉકેલ આવે તે બાબતે વિસ્તૃત વાતો કરી છે. અમારો પ્રયાસ છે કે પોલીસ તપાસ ટીમ અને વિદ્યાર્થીઓ વચ્ચે બેઠક કરવામાં આવે જેથી સામે ચર્ચા થાય તો તેનો ઉકેલ ઝડપથી આવી શકે છે. વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે બેઠક કરાવવાનું અમે વિચારી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments