સુરત : રાત્રિ કર્ફ્યૂનો ચુસ્ત અમલ થાય તે માટે પોલીસ પાલિકાની ટીમોએ સંકલન સાધ્યુ:પાલિકા કમિશનરે ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લીધી

0
7

સુરતમાં આજથી રાત્રિ કર્ફ્યૂનો અમલ શરૂ થવા જઇ રહ્યો છે. રાત્રિ કર્ફ્યૂના અમલ પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા પણ શહેર પોલીસ સાથે સંકલન સાધી ચુસ્ત અમલવારીની તૈયારીઓ કરવામાં આવી છે. સુરત મહાનગર પાલિકા કમિશનરે આજરોજ ટેકસ્ટાઈલ માર્કેટની મુલાકાત કરી હતી. પાલિકા કમિશ્નરના જણાવ્યા પ્રમાણે હમણાં સુધી 20 ટકા જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાંથી કેટલાક પોઝિટિવ કેસો પણ મળી આવ્યા છે..રાત્રિ કર્ફ્યૂને લઈ પાલિકાની વિવિધ ટીમો શહેર પોલીસ સાથે મળી ચુસ્ત અમલવારી માટે કામગીરી પણ કરવાની છે.

ચેક પોઈન્ટ પર કામગીરી શરૂ

સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે,બહારગામ ગયેલા લોકો હવે ધીરે ધીરે પરત સુરત ફરી રહ્યા છે. જે લોકોનું ટેસ્ટિંગ ચેકપોઇન્ટ નાકાઓ પર કરવામાં આવી રહ્યા છે. આ સાથે બસ ડેપો,રેલવે સ્ટેશન,સહિતના સ્થળો પર કરવામાં આવેલ ટેસ્ટિંગ દરમ્યાન આઠ આઠ જેટલા કોરોના પોઝીટીવ કેસો મળી આવ્યા છે. જે તમામને તાત્કાલિક આઈસોલેટ કરવામાં આવ્યા છે. લોકો પ્રવાસથી અથવા વતનથી સુરત આવી રહ્યા હોય , તેઓએ ફરજીયાત ટેસ્ટિંગ કરાવું અનિવાર્ય છે. જેથી સંક્રમણનો ફેલાવો અટકાવી શકાય છે.

માર્કેટમાં ટેસ્ટ કરાયા

ટેક્સટાઈલ માર્કેટની આજ રોજ વિઝિટ કરવામાં આવી છે,જ્યાં હાલ ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે.હમણાં સુધી 20 ટકા લેબરના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.જે પૈકી પોઝિટિવ કેસો પણ મળી આવ્યા છે.લોકોની ભારે ભીડ ધરાવતા ડુમસ અને સુંવાલી બીચ બંધ કરી દેવામાં આવ્યા છે.જ્યાં સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. તમામ લોકોની અવરજવર પણ અહીં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

દંડની કાર્યવાહી કરાશે

આજથી રાત્રી કર્ફ્યૂનું અમલવારી શહેર પોલીસ સાથે મળી ચુસ્ત રીતે કરવામાં આવશે.તમામ ઝોનના અધિકારીઓ સહિતની ટીમ રાત્રીના નવ વાગ્યા બાદ સ્ટ્રીટ વેંડર્સ અથવા હોટેલ રેસ્ટોરન્ટ ખુલ્લા હશે તો બંધ કરવામાં આવશે.રાત્રિના નવા બાદ તમામ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરતમાં કેસોની સંખ્યા વધતા માસ્ક વિનાના લોકો સામે દંડાત્મક કાર્યાવહી શરૂ કરવામાં આવી છે. જ્યાં લોકોને પણ ફરજીયાત માસ્ક પહેરવા અને સોસીયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા તેમજ હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવે છે.આજથી શરૂ થતાં રાત્રિ કર્ફ્યૂમાં તંત્રને સાથ અને સહકાર મળી રહે તેવી આશા લોકો પાસે છે.