રાજકોટમાં બુટલેગરોની દારૂ સંતાડવાની તરકીબ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ

0
35

રાજકોટમાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવા માટે અલગ અલગ કિમીયા અપનાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે દૂધના ટેન્કરમાં દારૂની હેરાફેરી કરતા દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો. ટેન્કરમાં ચોરખાનું બનાવીને દારૂ છુપાવવામાં આવ્યો હતો. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા 15 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો. પોલીસે દારૂનો જથ્થો ઝડપીને વધુ કાર્યવાહી હાથધરી છે

  • ઉપર દૂધ હતું અને નીચે દારૂનો જથ્થો હતો
  • મેટોડા GIDCમાં દારૂ ઉતારવાનો હતો
  • દારુની 5800 બોટલો કબ્જે કરવામાં આવી

રાજકોટમાં દૂધના ટેન્કરમાંથી દારુ ઝડપાવાનો મામલો ક્રાઇમ બ્રાન્ચ PI એચ.એમ ગઢવીએ પત્રકાર પરિષદ યોજી હતી. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા કાર્યવાહી હાથ ધરાઇ હતી.
કટારીયા સર્કલ પાસેથી દારૂ ગઇકાલે ટેન્કર ઝડપાયું હતુ.

કોણ છે આરોપી?

આરોપી ડ્રાઈવરનું નામ બુધારામ છે. નંબર પ્લેટ ખોટી છે કચ્છના નામે ટેન્કર છે. ટેન્કરમાં ઉપર દૂધ હતુ અને નીચે દારૂનો જ્થ્થો હતો. મેટોડા GIDCમાં દારૂ ઉતારવાનો હતો. પોલીસે દારૂની 5800 બોટલ જપ્ત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here